Civil EngineeringCivil TechnologyConstructionHousingInfrastructureNEWSUrban Development

હાઉસિંગના વધારાના બાંધકામ માટે રાહત પેકેજ, માફી યોજના આપવા માટે રજૂઆત

Presentation to provide relief package, amnesty scheme for additional construction of housing

હાઉસિંગ બોર્ડની જૂની યોજનાઓમાં 90 દિવસમા માટે 100 ટકા પેનલ્ટી માફીનો નિર્ણય સ્થાનિક રહીશોએ આવકાર્યો છે, પરંતુ એવી પણ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી છે કે, સામાજિક અને આર્થિક જરૂરિયાત મુજબ મકાન વધારેલુ છે તેઓને હાલની માફી યોજનાનો લાભ મળતો નથી. હાઉસિંગની જૂની સોસાયટીઓમાં આવા વધારેલા મકાનો પણ રાહત યોજના આપવી જોઇએ. આમ કરવાથી વધુમાં વધુ મકાનોના દસ્તાવેજો થશે અને રિડેલવમેન્ટની પ્રક્રિયાને વેગ મળશે.

નારણપુરામાં આવેલી નિર્મલ સોસાયટીના પ્રમુખ અશ્વિન સમૈર્યા, સુરમ્ય એપોર્ટમેન્ટના સભ્ય મનુ ચૌધરી, શાંતિ એપાર્ટમેન્ટના પ્રમુખ વિશાલ કથારિયા અને રામેશ્વર એપોર્ટમેન્ટના સંદિપ ત્રિવેદીએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને પત્ર લખીને સ્થાનિક રહીશોના પ્રશ્નોની રજૂઆત કરીને યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી છે. છેલ્લાં ઘણા વર્ષોથી હાઉસિંગની વસાહતોના રિડેવલમેન્ટના પ્રશ્નો અને વધારાના બાંધકામના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. કેટલીક સોસાયટી ઘણી જૂની થઇ ગઇ છે જેના કારણે જાનનું જોખમ પણ રહેલુ હોવાથી વહેલી તકે ઉકેલ લાવવા રજૂઆત કરાઇ છે. રિડેલવમેન્ટના નિયમો મુજબ ઝડપી કામ કરવામા આવે તેવી માંગણી કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાઉસીંગ બોર્ડ દ્વારા વધારાના બાંધકામ કરનાર રહીશોને નોટિસો આપવામા આવી હતી જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. સતત બે મહિના સુધી સ્થાનિક લોકોએ હાઉસીંગ બોર્ડના અધિકારીઓને મળવાનો પ્રય્તન કર્યો પણ કોઇ સાંભળવા તૈયાર નહોતુ. છેવટે સરકારે નિર્ણય મોકુફ રાખ્યો હતો. લોકોએ પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ કર્યો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close