GovtInfrastructureNEWSPROJECTS

Bullet Train: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી યોગ્ય ઝડપે ચાલે છે અને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ થશે- કેન્દ્રીય રેલવે મંત્રી

Ahmedabad-Mumbai bullet train project’s work is running at the right speed and the project will be completed on time - Union Railway Minister.

અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ તેના લક્ષ્ય પ્રમાણે કામ કરે છે કે વિલંબિત થયો છે તે સવાલ છે. આ પ્રોજેક્ટ માટે અબજો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે અને ટ્રેન વાસ્તવમાં ક્યારે દોડશે તેના વિશે અટકળો થાય છે. તે દરમિયાન કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનના bullet train project અંગે મહત્ત્વના અપડેટ આપ્યા છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ પ્રોજેક્ટના કેટલાક ફોટો અને વીડિયો મુક્યા છે અને બુલેટ ટ્રેનની કામગીરી કેવા જોરશોરથી ચાલે તેની વિગત આપી છે.

રેલવે મંત્રીએ હાલમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે કઈ રીતે કામગીરી થઈ રહી છે તેની વિગતો આપતા ફોટા શેર કર્યા છે. આ ફોટા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર મુકવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે બુલેટ ટ્રેનની કામગીરી યોગ્ય ઝડપે ચાલે છે અને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ થશે. તેમણે આ પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન વર્કનો એક વીડિયો પણ મુક્યો છે.

ચાલુ વર્ષે જુનમાં વૈષ્ણવે જાહેરાત કરી હતી કે ભારતને 2026 સુધીમાં પ્રથમ ઓપરેશનલ બુલેટ ટ્રેન મળી જવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે સુરત અને બિલિમોરા વચ્ચે ટ્રેન સૌથી પહેલા ઓપરેશનલ થઈ જશે. તેઓ ચાલુ વર્ષે સુરત ગયા હતા અને ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે દાવો કર્યો કે આ કામ બહુ સારી ગતિએ આગળ વધી રહ્યું છે અને સમયસર પૂર્ણ થઈ જશે તેવો તેમને વિશ્વાસ છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાલમાં હાઈ સ્પીડ કોરિડોર બનાવવાનું કામ ચાલુ છે જેના પર 320 કિમીની ઝડપે ટ્રેન દોડાવવાની યોજના છે. તેથી 508 કિમીનું અંદર લગભગ અઢીથી ત્રણ કલાકમાં કાપવામાં આવશે. હાલમાં આ અંતર કાપવામાં છ કલાક લાગે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા,સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close