ગ્રીન હાઇડ્રોજન-નેચરલ ગેસ બ્લેન્ડિંગ પ્રોજેક્ટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કવાસમાં વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો
Prime Minister Narendra Modi laid the virtual foundation stone of Green Hydrogen-Natural Gas Blending Project in Kawas

સુરત નજીકના કવાસ -એનટીપીસી સ્થિત આદિત્ય નગરમાં ગ્રીન હાઈડ્રોજન નેચરલ ગેસ બ્લેન્ડીંગ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યું હતું. ગુજરાતના ઉર્જા મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય ઝંખના પટેલ સહિત સરકારી તથા કોર્પોરેટ કંપનીના અધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત હતાં.

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને ગુજરાત ગેસ કંપનીના સંયુક્ત રીતે ગ્રીન હાઈડ્રોજન નેચરલ ગેસ બ્લેન્ડીંગ પ્રોજેક્ટના શિલારોપણનો આ કાર્યક્રમ હતો. આ પ્રોજેક્ટની કિંમત અંદાજે રૂ.5200 કરોડથી વધુની છે.
દેશના જુદા જુદા 100 જિલ્લાઓમાં યોજાયેલાં ગ્રીન એનર્જી અંગેના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સોલાર એનર્જીને કારણે દેશનો ખેડૂત અન્નદાતાની સાથેસાથ ઉર્જા દાતા પણ બની રહ્યો છે. આ પ્રોજેક્ટને કારણે દેશમાં ગ્રીન જોબ્સનું નિર્માણ થશે અને આનો લાભ સમગ્ર દેશને મળશે.

આ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે 25 થી 30 જુલાઈ દરમિયાન દેશભરમાં આયોજિત ‘ઉજ્જવલ ઈન્ડિયા બ્રાઈટ ફ્યુચર-પાવર @ 2047’નો ભાગ હતો. દેશભરમાં આયોજિત આ ઈવેન્ટ છેલ્લાં 8 વર્ષમાં પાવર સેક્ટરમાં થયેલા પરિવર્તનને દર્શાવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.
20 Comments