GovernmentGovtNEWS

વડાપ્રધાન મોદી આજે ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સ્ચેન્જનું ઉદ્ઘાટન કરશે

Prime Minister Modi will inaugurate the bullion exchange in Gift City today

ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ખાતે ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ સ્થાપવા માટે કેન્દ્રીય નાણામંત્રીએ 2020ના કેન્દ્રીય બજેટની રજૂઆત વખતે જે જાહેરાત કરેલી તે એક્સ્ચેન્જ રૂ. 150 કરોડની ઑથોરાઇઝડ્ મૂડીથી અને રૂ. 115 કરોડની પેઇડ-અપ કેપિટલથી તૈયાર થઈ ચૂક્યું છે. જેનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન મોદીના હસ્તે થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે નાણામંત્રાલયના અન્ય બે જુનિયર મંત્રીઓ ગિફ્ટસિટીના ફંક્શનમાં હાજર રહેવાના છે.

દેશના પ્રથમ એવા આ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ ખાતેથી સોનાની આયાત કરવા માટે લાયકાત ધરાવતા જ્વેલર્સનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને આયાતી સોનાને સેફ વોલ્ટમાં મૂક્વા માટે અમદાવાદની સિક્વલ લોજિસ્ટિક્સ કંપની અને સુરતની માલ્કા અમિત જે.કે. લોજિસ્ટિક્સ-પ્રા.લિ. સર્વિસ પ્રોવાઇડર તરીકે નિશ્ચિત થયા છે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન હોલ્ડિંગ આઇએફએસસી લિમિટેડ દ્વારા ગિફ્ટસિટીમાં બુલિયન એક્સ્ચેન્જ સાથે બુલિયન ક્લિયરિંગ કોર્પોરેશન અને બુલિયન ડિપોઝિટરી સિસ્ટમની સ્થાપના થઈ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close