GovernmentGovtNEWSUrban Development

ગિફ્ટ સિટીમાં જ અમેરિકન વિઝા માટે કૉન્સોલેટ સેન્ટર બનાવીને, ગુજરાતના વિકાસમાં વધુ એક મોરપીંછ ઉમેરવું જોઈએ

By setting up a consulate center for American visas in the gift city, Gujarat's development should be further boosted.

આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એકસ્ચેન્જનું ઉદ્ધઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. ત્યારે એક નવીન અને હકારાત્મક વિચાર બિલ્ટ ઈન્ડિયાના સલાહકાર અને ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર ગાઈડ સોસાયટીના પ્રમુખ હર્ષદ બ્રહ્મભટ્ટે, બિલ્ટ ઈન્ડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર ઈન્ટરનેશનલ ગિફ્ટ સિટીમાં જ અમેરિકન વિઝા માટે કૉન્સોલેટ (રીઝિનલ) સેન્ટર ફોર વિઝા બનાવવામાં આવે તો, ગુજરાતમાંથી અમેરિકા જતા લાખો ગુજરાતી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે.

વધુમાં હર્ષદ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, દેશના મોટા શહેરો જેવા કે મુંબઈ, હૈદરાબાદ, બેગ્લુરુ, ચેન્નાઈ અને કલકત્તામાં, અમેરિકાના વિઝા માટેનાં કૉન્સોલેટ છે જ, પરંતુ, દેશનું ગ્રોથ એન્જિન ગુજરાતમાં આ સગવડ નથી. જેથી, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી છે કે, ગિફ્ટ સિટીમાં જ અમેરિકાના વિઝા કૉન્સોલેટ સેન્ટર બનાવવામાં આવે તો ગુજરાતીઓ માટે ખૂબ ફાયદો થશે. કારણ કે, હાલમાં અમેરિકન વિઝા માટે ગુજરાતના તમામ અરજદારોને મુંબઈ જવું પડે છે અને જ્યાં બે કે ચાર દિવસ રોકાવું પડે છે. એટલે જો દેશની પ્રથમ સ્માર્ટ અને ટેક્ સિટી ગિફ્ટ સિટીમાં જ અમેરિકન વિઝાનું સેન્ટર બનાવવામાં આવે તો, અમેરિકન વિઝા મેળવવા મુંબઈ જતા તમામ ગુજરાતીઓનો સમય અને રુપિયા બચે.

તો, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલનો પણ મત છે કે, ગુજરાતીઓ મોટીસંખ્યામાં અમેરિકામાં રોજગાર અને વિદ્યાભ્યાસ માટે જતા હોય છે ત્યારે તેઓને નવા વિઝા માટે ફરજિયાતપણે મુંબઈ જવું પડતું હોય છે. જેથી, વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીમાં જ અમેરિકન વિઝા માટે કોન્સોલેટ સેન્ટર બનાવવામાં આવે તો, તમામ ગુજરાતીઓનો સમય અને રુપિયા બચી શકે અને તેનો લાભ થાય.

નોંધનીય છે કે, અમેરિકામા મોટાં ભાગના શહેરોમાં મોટીસંખ્યામાં ગુજરાતીઓ વસવાટ કરે છે. આ કોન્સોલેટ સેન્ટર ચાલુ કરવાથી વિશ્વના નકશામાં ગુજરાતનું એક આગવું સ્થાન ઉભું થાય.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close