વડાપ્રધાન મોદી શુક્રવારે ગિફ્ટસિટીમાં ભારતના પ્રથમ IIBXનો આરંભ કરશે
Prime Minister Modi will inaugurate India's first IIBX in GiftCity on Friday
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક ગિફ્ટ- સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ જૂલાઈને શુક્રવારે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ – BXનો આરંભ કરાવશે. ગિફ્ટ સિટીમાં આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી આર્થિક બાબતોને સ્પર્શતી કેટલીક મહત્વની જાહેરાતો પણ કરશે.
વડાપ્રધાન મોદી ૨૮ અને ૨૯ જૂલાઈ એમ બે દિવસ ગુજરાત આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ૨૮ જૂલાઈને ગુરૂવારે હિંમતનગર સ્થિત સાબર ડેરીના કાર્યક્રમ બાદ તેઓ ચેન્નઈ જવાના છે. ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ બીજા દિવસ શુક્રવારે પરત ગાંધીનગર આવશે. જ્યાં ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે, આ ઉપરાંત તેઓ NSE IFSC- SGX કનેક્ટને લોન્ચ કરશે. નિફ્ટી ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ NSE- IESC” ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ડેરિવેટિવ માર્કેટ્સમાં તરલતા વધારશે. જેથી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ જોડાશે અને તેથી GIFT IFSCમાં નાણાંકીય ઈકોસિસ્ટમ પર હકારાત્મક અસર જોવા મળશે. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી બોકર- ડીલર્સ આ કનેક્ટ દ્વારા ડેરિવેટિવ્ઝના વેપાર માટે મોટી સંખ્યામાં ભાગ લેશે તેવી અપેક્ષા છે.
ગિફ્ટ સિટીમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજનારા વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સિતારમણ, રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડો.ભગવત કિશનરાવ કરાડ તેમજ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહશે.
વડાપ્રધાનના હસ્તે લોન્ચ થનારા ભારતના પ્રથમ IIBXને કારણે દેશમાં સોનાના વિત્તિયકરણને વેગ મળશે. ગુણવત્તાની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવની સુવિધા પણ ઉપલબ્ધ થશે. જેનાથી ભારતને વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેનું યોગ્ય સ્થાન મેળવવા અને વૈશ્વિક મુલ્ય શૃંખલાને પ્રામાણિકતા અને ગુણવત્તા સાથે સેવા આપવા વધુ બળ મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
6 Comments