રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા 134 કરોડના ખર્ચે સોમનાથ રેલવે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ
Somnath railway station will be re-developed at a cost of 134 crores by the Rail Land Development Authority.
આગામી બે વર્ષમાં ટ્રેનમાં સોમનાથ સ્ટેશને ઉતરતાં જ યાત્રાળુઓને જાણે કે સોમનાથ મંદિરના દ્વારે પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થશે. નવીન સ્ટેશનની છત પર મંદિરના ઘુમ્મટ જેવી ડિઝાઇન રહેશે. આ ઉપરાંત અહીં પ્લેટફોર્મની સંખ્યા પણ વધારાશે. તો પ્રસ્થાન માટેની લોન્જ પણ વિશાળ અને સુવિધાયુક્ત બનશે. આ કામગીરી માટે 134 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) નવી દિલ્હી દ્વારા જગવિખ્યાત યાત્રાધામ સોમનાથના રેલવે સ્ટેશનનું આધુનિક સુવિધાઓ સાથે અપગ્રેડેશન કરવાનું નક્કી કરાયું છે. જેના માટે ઓથોરિટી દ્વારા ખાનગી કંપનીઓ પાસેથી રિકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે. સોમનાથ રેલવે સ્ટેશનના અપગ્રેડેશન પાછળ રૂ. 134 કરોડના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
રેલવેના વર્તુળોએ જણાવ્યું હતું કે સ્ટેશનનું બિલ્ડિંગ સોમનાથ મંદિરના વારસાને દર્શાવતું હશે. જેમાં ટ્રેનના આગમન અને પ્રસ્થાન માટે અલગ-અલગ લોન્જ ઉપરાંત પ્લેટફોર્મની સંખ્યા વધારવાનું પણ આયોજન છે. ઊર્જા બચત માટે ગ્રીન બિલ્ડિંગ કૉન્સેપ્ટને અપનાવીને સોમનાથ રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. નવું સ્ટેશન 2 વર્ષમાં તૈયાર થઈ જશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
5 Comments