GovernmentNEWS

રિન્યુએબલ એનર્જી સેક્ટર 10 લાખ રોજગારી સર્જશે

The renewable energy sector will create 10 lakh jobs

દેશમાં ઝડપથી ઉભરી રહેલા રિન્યુએબલ એનર્જી સેક્ટર 2030 સુધી 10 લાખ રોજગારીનું સર્જન કરશે. ઈરડા (ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી)ના ચેરમેન અને એમડી પ્રદીપ કુમારદાસે આ અંગે નિવેદન આપતાં જણાવ્યુ હતુ કે, આગામી આઠ વર્ષમાં રિન્યુએબલ એનર્જી સેક્ટર 10 લાખ લોકોને નોકરી આપશે. સેક્ટરમાં હાલમાં ઉપસ્થિત 1.1 લાખ કર્મચારીઓ કરતાં દસ ગણી વૃદ્ધિ નોંધાવશે.

દેશના 90 ટકાથી વધુ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ ગ્રામીણ ક્ષેત્રોમાં કાર્યરત છે. જે ગ્રામીણ અર્થતંત્રને વેગ આપી રહ્યો છે. સેન્ટર ફોર ઈન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ ટ્રેનિંગ ઈન એગ્રિકલ્ચર બેન્કિંગ દ્વારા આયોજિત પ્રોગ્રામમાં દાસે ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણી સમસ્યાઓની અસરની સમજવા કોઓપરેટિવ ગ્રુપ્સની ક્ષમતાઓ વિકસાવવાની જરૂરિયાત દર્શાવી હતી. ગ્રીન ઈન્ડિયા માટે રિન્યુએબલ એનર્જી મહત્વનો ભાગ ભજવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close