Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

ગોધરામાં રૂ.5.94 કરોડના ખર્ચે મોડર્ન ફાયર સ્ટેશન બનશે

A modern fire station will be set up in Godhra at a cost of Rs 5.94 crore

પંચમહાલના વડામથક ગોધરા ખાતે વર્ષોથી મરવા ના વાંકે જીવી રહેલુ ફાયર સ્ટેશનને હવે નવો શણગાર સજશે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યની અમરેલી -આણંદ-નડિયાદ-ગોધરા નગર પાલિકાના મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે રૂ. 23.58 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપતાં જિલ્લાની પ્રજાને હવે નવી સુવિધાઓ મળશે. ગોધરા નગરમાં જ 5.94 કરોડના ખર્ચે બનનારા નવા ફાયર સ્ટેશન કોઇ પણ આપત્તીને પહોંચી વળવા સક્ષમ બનશે. ગોધરા નગર પાલીકાનું ફાયર સ્ટેશન જર્જરીત અને સાધનો વગરનુ હોવાથી મોટી હોનારત થાય તો પહોચી વળવા અપુરતા સાધનો હતા.

સુવિધાઓ ઉભી કરાશે

  • ત્રણ માળનુ ફાયર સ્ટેશનમાં ગ્રાઉન્ડ ફલોરમાં વાહન અને બે માળમાં ઓફિસો
  • 21 જગ્યાનું મહેકમ હશે, જુના ત્રણ કર્મીઓ સિવાય બીજી ભરતી કરાશે
  • ડિવિઝન ફાયર ઓફીસર, સ્ટેશન ફાયર ઓફિસર, વાયરલેસ ઓફિસર હશે
  • બચાવ કામગીરીના તમામ સાધનોની ઇમરજન્સી રેક્સ્યુ ટેન્ડર હશે
  • મોર્ડન સ્ટેશનમાં જીમ, બગીચો બનશે
  • જિલ્લાકક્ષાનું વાયરલેસ સ્ટેશન બનાવામાં આવશે

​​​​​​​બે ફાયર કર્મચારી સિવાયના તમામ કર્મચારી હંગામી
ગોધરામાં ભુરાવાવ વિસ્તારમાં આવેલ ગોધરા એસટી વિભાગીય કચેરી પાછળ ફાયર સ્ટેશન માટે જગ્યા ફાળવવામાં આવી છે. અંદાજે 3360 ચો.મીટરની જગ્યા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ માટે રાખીને અન્ય જગ્યા મોકડ્રીલ અને ફાયર સાધનોમાં વોટર બ્રાઉઝર, ફાયર ફાઇટર, બૂલેટ ફાયર જેવા આધુનિક સાધનો ઉપલબ્ધ રહેશે.જેથી લોકોને અદ્યતન સુવીધાઓ ઉપલબ્ધ થશે. પાલીકાની આર્થીક હાલત સારી ન હોવાથી ફાયર સ્ટેશનના કર્મીને પગાર માટેની ગ્રાન્ટ પર સમયસર મળતી નથી. ગોધરાના ફાયર સ્ટેશનમાં વાહન સિવાય કોઇ અન્ય સાધનો નથી .

પગાર માટે 3 માસે ગ્રાન્ટનો લેટર લખવો પડે છે
હાલ પાલિકા ફાયર સ્ટેશન માં 14 કર્મી ફરજ બજાવી રહ્યા છે. પરંતુ પાલિકા ની આર્થિક સંકડામણ ને લઈને ફાયર ના કર્મીઓ ને ત્રણ ત્રણ માસ સુધી પગાર મળતો નથી. ફાયર વિભાગ પગાર ની ગ્રાન્ટ માટે દર 3 માસે લેટર લખે છે. પાલિકા તરફ થી પગાર સિવાય કોઈ આર્થિક સહાય1 મળતી ન હોવાથી ગોધરા નુ ફાયર1 સ્ટેશન માં ફક્ત વાહનો સિવાય બચાવ કામગીરી ના સાધનો નથી.

મોડર્ન ફાયર સ્ટેશનમાં તમામ સુવિધા હશે
નવું મોર્ડન ફાયર સ્ટેશન 3360 ચો.મીટર જગ્યામાં ત્રણ માળનું બનશે.તેમા ઇમરજન્સી રેકસ્યુ ટેન્ડર, વાયરલેર સ્ટેશન સહીતની તમામ સુવિધાઓનું બનશે. નવા મોર્ડન ફાયર સ્ટેશન તમામ સાધનોથી સજ્જ હશે. પરંતું જિલ્લાકક્ષાનું નવા ફાયર સ્ટેશન પાલીકા હસ્તક રહેતાં સમયસર ગ્રાન્ટનો મુદ્દો થયાવત રહેશે – પી.એફ.સોલંકી, ચીફ ફાયર સુપ્રીટેન્ડન્ટ

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close