NEWS

મુંબઈમાં કમલા બિલ્ડિંગના 18મા માળ પર લાગી આગ, 6નાં મોત અને 23 દાઝ્યા.

6 Dead, 23 Injured In Huge Fire At Mumbai High-Rise

માયાનગરી મુંબઈમાં 20 માળ ધરાવતી હાઈરાઈઝ કમલા બિલ્ડિંગના 18મા માળ પર આગ લાગી હતી. જેમાં 6 લોકોનાં મોત અને 23 લોકો દાઝ્યા હતા.

નોંધનીય છેકે, મુંબઈના ટારેડીઓ વિસ્તારમાં આવેલી ગાંધી હોસ્પિટલની સામે આવેલી કમલા બિલ્ડિંગમાં સવારે સાત વાગેની આસપાસ આગ લાગી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગમાં મુત્યુ પામનાર દરેક વ્યકિતના પરિવારને બે લાખ રુપિયા અને ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રુપિયા આપવાની જાહેરાત કરી છે. તો, મહારાષ્ટ્ર સરકારે મૃતકના પરિવારને 5 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, આગ કેવી રીતે લાગી તે અંગે તપાસની શરુ કરી દેવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close