NEWS

પી.એસ.પી. પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

Blood Donation Camp organized by PSP Project Limited

દેશની નામાંકિત કંસ્ટ્રક્શન કંપની પી.એસ.પી. પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. કંપનીના અધિકારીના જણાવ્યું અનુંસાર, પી.એસ.પી. પ્રોજેક્ટ દ્વારા ગુજરાત સહિત ઉત્તરપ્રદેશમાં ચાલતા અલગ-અલગ પ્રોજેક્ટ પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં PSP Corporate House, વારાણસી પ્રોજેક્ટ, IIM અમદાવાદ, ઝાયડસ પ્રોજેક્ટ વગેરે જેવા અલગ-અલગ 6 પ્રોજેક્ટ પર બ્લડ ડોનેશનનું આયોજન કરાયું હતું, જેમાં પીએસપી લિમિટેડના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું, અંદાજીત 300 કરતા વધું બોટલ બ્લડ એકત્રીત કરાયું હતું. આ રીતે પી.એસ.પી. પ્રોજેક્ટ લિમિટેડે જનકલ્યાણના માટે કાર્ય કર્યું હતું.

નોંધનીય છે કે, પી.એસ.પી. પ્રોજેક્ટ લિમિટેડના સીએમડી પી.એસ. પટેલના જન્મદિવસ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close