રાજ્યના તમામ ગેરકાયદે બિલ્ડિંગ્સ સીલ કરો: હાઈકોર્ટ
Seal all illegal buildings in the state: High Court
રાજ્યની હોસ્પિટલ, શાળાઓ, એક્ટના અમલ મુદ્દે થયેલી જાહેરહિતની અરજી તથા અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન પાસે સ્થિત કોમર્શિયલ બિલ્ડીંગ ( દેવ કોમ્પ્લેક્સ) અને ત્યાં સ્થિત બાળકોના હોસ્પિટલમાં લાગેલી આગના મુદ્દે થયેલી અરજી પર ગુરુવારે સુનાવણી બાદ, હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, જે બહુમાળી ઈમારતો પાસે ફાયર સેફ્ટીનુ એન.ઓ.સી. તથા બી.યુ. મંજૂરી નથી અને પ્લાનની મંજૂરી વગરના જે ઇમારતો બની છે તેને સીલ મારવાનું ચાલું કરો અને પગલા લો. દેવ કોમ્પ્લેક્ષની આગની ઘટના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મુદ્દે તેનો રિપોર્ટ આપે. જેમાં જણાવે કે, જવાબદાર કોણ છે ? તેની સામે શું પગલા લીધા છે ? ઉત્તરદાયિત્વ અને જવાબદારી નક્કી કરો. ભૂલ કરનાર હોસ્પિટલ સામે શું પગલા લીધા ? આ ઉપરાંત અમદાવાદમાં રહેલા ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફ્ટિની સ્થિતિ શું છે ! શહેરમાં મોટા ભાગની ખાનગી હોસ્પિટલ કાચની દિવાલથી બનેલી છે. આવુ શા માટે છે ? ભૂતકાળમાં હાઈકોર્ટે કાચની દિવાલને હટાવવા આદેશ કરેલો. પણ કોઈ પગલા કેમ લીધા નથી ?
હાઇકોર્ટે રાજ્ય સરકાર ( નગરપાલિકા વિસ્તાર અને અન્ય માટે ) અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો છે કે, તેમના સત્તાક્ષેત્રમાં આવતા વિસ્તારના ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સ્થિતિ શું છે ? આઈસીયુમાં આગ લાગે નહીં તે માટે સાવચેતીના પગલા શું લેવા જોઈએ ? તે અંગે રિપોર્ટ આપો. હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે. ૧૫ ડિસેમ્બર- ૨૦૨૦ના રોજ હાઈકોર્ટે હોસ્પિટલમાં આગની ઘટનાને નિવારવા માટે જે નિર્દેશ આપેલા તેનો અમલ કેટલો કર્યો છે ? શું પગલા લીધા છે ? આ આદેશનો અમલ ત્વરિતપણે કરો. આ અંગે જવાબ આપો. પાલન યોગ્ય રીતે કરાતુ નથી. હાઈકોર્ટે અરજદારને પણ નિર્દેશ આપ્યો છે કે, તે દેવકોમ્પ્લેક્સને પણ આ અરજીમાં પક્ષકાર બનાવે. આ કેસની વધુ સુનાવણી 22 જુલાઈએ હાથ ધરાશે. હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, આગની ઘટના બાદ પગલા લેવાય છે. જો કે આવી ઘટના બને નહીં તે માટે અગાઉથી જ સાવચેતીના પગલા લેવામાં આવે. આવી દુર્ઘટના બને છે, ત્યારે જણાય છે કે, ફાયર સેફ્ટિના કાયદાનુ પાલન યોગ્ય રીતે કરાતું નથી.
ત્રીજા માળે ICU કેવી રીતે હોઈ શકે : હાઈકોર્ટ
હાઈકોર્ટના ચીફ જસ્ટિસે એ.એમ.સી. અને સરકારને સવાલ કરેલો કે આઈસીયુ બીજા કે ત્રીજા માળે કેવી રીતે રાખી શકાય? શું કોમર્શિયલ બિલ્ડીંગમા હોસ્પિટલને મંજૂરી મળે ખરી કોમર્શિયલ બિલ્ડીંગમાં નીચેના માળ પર ફેમિલી રેસ્ટોરન્ટ હોય અને ઉપર હોસ્પિટલ હોય તો તે શું ચિંતાજનક નથી !!
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
9 Comments