Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

ભાવનગર શહેરના 297 કરોડના રિંગ રોડ પ્રોજેક્ટને મળી મંજૂરી

Bhavnagar city 297 crore ring road project approved

રાજ્ય સરકાર દ્વારા ભાવનગર શહેરના અંદાજિત રુ.297 કરોડના રિંગરોડ પ્રોજેક્ટને મંજૂરી આપવામા આવી છે. આ રિંગ રોડના નિર્માણ થકી ભાવનગર તથા આસપાસના નાગરિકો – વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે તેમ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની એજીએમમાં ભાવનગર શહેરના આ રિંગરોડ પ્રોજેક્ટની જાહેરાત કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 4.75 કિલોમીટરનો નવા બંદર રોડથી જુના બંદર જંકશન સુધી લિંક, 2.35 કિલોમીટરનો જુના બંદર જંકશનથી કેબલ સ્ટેયડ બ્રિજ સુધી લિંક, 14.50 કિલોમીટરનો કેબલ સ્ટેયડ બ્રીજથી નિરમા જંકશન સુધી લિંક, 1.30 કિલોમીટરનો રુવા રવેચી ધામથી નવા બંદર રોડ સુધી લિંક તેમજ ટોપ થ્રી સિનેમાથી ટોપ થ્રી સર્કલ અને ટોપ થ્રી સર્કલથી માલણકા જંકશન લિંક સુધીનો અંદાજિત 24 કિલોમીટરનો આ સમગ્ર રિંગરોડ પ્રોજેક્ટ રૂ.297 કરોડના ખર્ચે તૈયાર થશે. ભાવનગરમાં આકાર પામનાર આ રિંગરોડને પરિણામે ભાવનગરના માર્ગો પરનું ટ્રાફિક ભારણ હળવું થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close