Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTS

લોકસભાના સ્પીકર ઓમ બિરલાના હસ્તે, ડી. આર. અગ્રવાલને NHEA-2021 અંતર્ગત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત

D. R. Agrawal Pvt. Ltd. honored with NHEA-2021’s Gold Award by Lok Sabha Speaker Om Birla

ગુજરાત સહિત દેશભરમાં રોડ અને હાઈવે નિર્માણ કરતી ડી. આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડને, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા આંદોબાર-નિકોબાર જેવા પડકારરુપ વિસ્તારમાં હાઈવે નિર્માણ કરવામાં ઉત્તમ કામ કરવા બદલ, National Highways Excellence Award-2021 અંતર્ગત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં યોજાયેલા નેશનલ હાઈવેઝ એક્સેલન્સ એવોડર્સ -2021 કાર્યક્રમમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાના હસ્તે, ડી. આર. અગ્રવાલ પ્રાઈવેટ લિમિટેડના સીએમડી દિનેશચંદ્ર અગ્રવાલ અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અંકિત અગ્રવાલને એવોર્ડ એનાયત કરાયો હતો. જે દરમિયાન રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી અને રોડ ટ્રાન્સપોર્ટના રાજ્ય કક્ષાના મંત્રી વી.કે. સિંઘની ઉપસ્થિતિમાં એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

નવી દિલ્હી ખાતે યોજાયેલા એવોર્ડ કાર્યક્રમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ, છેલ્લા કેટલાક વર્ષોમાં હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કરેલી સિદ્ધિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ટોલ મેનેજમેન્ટ, હાઈવે અને ટનલ બાંધકામ અને ગ્રીન હાઈવે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું સારુ કામ થયું છે. વધુમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે, હજુ આવનારા દિવસોમાં ભારત રોડ અને હાઈવે સેક્ટરમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશે.

https://m.facebook.com/story.php?story_fbid=pfbid034xCe6bQefJDCtNAVcrLSm95eV6CCYGGkpuQGnssAw9t33d7BXtb9VeZp7Eo3qqZYl&id=100068450629157

તો, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, દેશમાં હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં મંત્રાલયની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય લોકો માટે સારી ગુણવત્તાના હાઈવે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. “મને વિશ્વાસ છે કે 2024 સુધીમાં, ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું ધોરણ યુએસનું હશે,” તેવું તેમણે કહ્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close