અમદાવાદમાં અનેક વિસ્તારોમાં રોડ રિસરફેસ અને બનાવવાના બાકી રહી ગયા, આજથી રોડના તમામ કામો બંધ
Road resurfacing and construction work remained pending in many areas in Ahmedabad, all road works stopped from today
અમદાવાદ શહેરમાં રવિવારે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડતા હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિસ્તારમાં રોડ બનાવવાની અને રોડના કામો ચાલુ હતાં તે આજથી બંધ કરી દેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે કોઇપણ જગ્યાએ રોડ ખોદવાની કે બનાવવાની કામગીરી કરવામાં આવશે નહીં. ચોમાસાની સિઝન દરમિયાન રોડના કોઈપણ પ્રકારના કામ ન થઈ શકે અને જો કામગીરી કરે અને રોડ બેસી જાય તો ભારે મુશ્કેલી સર્જાય જેના કારણે કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોય છે. શહેરમાં 200થી વધુ રોડ બનાવવાના તેમજ રિસરફેસ કરવાના બાકી રહી ગયા છે.
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝન શરૂ થઈ છે, જેથી હવે ત્યાં પણ રોડની કામગીરી કરવાની હોય તે આજથી બંધ કરી દેવામાં આવી છે. હવે નવરાત્રિ બાદ રોડની કામગીરી શરૂ કરવામાં આવશે. જોકે કઈ જગ્યાએ રોડ કેટલા બનાવવાના બાકી છે અને આગામી દિવસોમાં કેટલા બનાવવાના હતા તે મામલે પૂછતાં તેઓ એ આ બાબતે મારે જાણકારી મેળવવી પડશે તેમ કહી દીધું હતું.
ચોમાસાની સિઝન જૂન મહિનામાં શરૂ થાય એટલે શહેરમાં જે આપણ રોડ બનાવવાની કે ખોદકામ કરી અને કામગીરી કરવાની હોય તેને બંધ કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં વરસાદ ખેંચાતા ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ રવિવારે મોડી સાંજે શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ હવેથી ક્યાંય પણ રોડની કોઈ કામગીરી કરવામાં આવશે નહીં. જ્યાં પણ જરૂર પડે ત્યાં જ કામગીરી કરવામાં આવશે. શહેરમાં અનેક જગ્યાએ ડ્રેનેજ હોય કે પાણીની પાઇપ લાઇનની કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે. જેના કારણે અનેક વિસ્તારમાં લોકોને હેરાનગતિ નો સામનો કરવો પડે છે.
કોર્પોરેશન દ્વારા પણ રોડ મંજુર કરવામાં આવ્યા છે તેમ જ જે જગ્યાએ રોડ રિસરફેસની અને પાકા રોડ બનાવવાની જરૂરિયાત છે ત્યાં સમયસર પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત રોડ બનાવવામાં આવતા કામો અધૂરા રહી ગયા છે. શહેરમાં 200થી વધુ જગ્યાએ આવા રોડ બાકી છે જેથી કહી શકાય કે કોર્પોરેશનનું રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ પ્રિમોન્સુન કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
5 Comments