સુરત: ડભોલીમાં 45 કરોડના ખર્ચે 5 માળનું એડવાન્સ લાઈબ્રેરી કમ રિક્રિએશન સેન્ટર આકાર પામશે
Surat: 5-storey Advanced Library cum Recreation Center to be set up at Dabholi at a cost of Rs 45 crore
કતારગામ રૂ.૪૫ કરોડના ખર્ચે એડવાન્સ લાઇબ્રેરી કમ રીક્રીએશન સેન્ટર બનાવવા માટેના અંદાજ જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા છે. પ્રિ.ટી.પી.સ્કીમ નં 35 (કતારગામ), ફા.પ્લોટ નં 133 ડભોલી ખાતે 5 માળનું એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટર બનાવાશે.
આ બિલ્ડિંગમાં લાઈબ્રેરીની સુવિધાની સાથે સાથે બાળકો માટે રીક્રીએશન સેન્ટર પણ આકાર પામશે. એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટરમાં બાળકો માટે ચીલ્ડ્રન રીડીંગ એરીયા, વિધાર્થીઓ માટે અલગથી સ્ટુડન્ટ રીડીંગ એરીયા, તેમજ યુવાનો તથા સીનીયર સીટીઝનસ માટે રીડીંગ એરીયા વીથ સ્લોપ ગાર્ડન, સેપરેટ રીડીંગ એરીયા,ઈ–બુકસ અને કોમ્પ્યુટર રૂમ, ઈ–લાઈબ્રેરી, ઈન્ફોર્મલ તથા સીનીયર સીટીઝન રીડીંગ એરીયા, વિગેરે જેવી અધ્યતન સુવિધાઓ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે.
સદર એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટરમાં આવતા વાંચકોને હળવાશની પળો માટે સંકુલના પાંચમાં માળ પર બોક્ષ ક્રિકેટ કોર્ટ, બેડમીન્ટન કોર્ટ, પીકલ બોલ કોર્ટ, ટેબલ ટેનીસ કોર્ટ, તથા ઈનડોર ગેમ્સ જેવી કે કેરમ, ચેસ, સ્નૂકર, બિલીયડર્સ વગેરે માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર હોય, આ માત્ર લાઈબ્રેરી ન રહેતા એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટર તરીકે ઉપયોગમાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સુરત શહેરના દરેક વયના નાગરિકોને એડવાન્સ લાઈબ્રેરી કમ રીક્રીએશન સેન્ટરમાં ફકત વાંચન જ નહી પરંતુ થોડી ક્ષણો માટે પોતાનું મન પ્રફુલીત કરી શકે તેમજ વાંચન પ્રત્યેની રૂચી જળવાય રહે તેવું પણ આયોજન કરાયું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
5 Comments