લોકાર્પણ થવા જનાર ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજના એક્સપાન્શન જોઈન્ટ છે રોડની સપાટી મુજબ
No problem in expansion joint in Gota-Thaltej Flyover Bridge

ત્રણ-ચાર દિવસમાં લોકાર્પણ થનારા ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજ નિર્માંણમાં તેના એક્સપાન્શન જોઈન્ટનું ફિટીંગ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનની ટીમે, બ્રીજ પર ગાડી ચલાવીને તેનો અનુભવ કર્યા બાદ કહી રહ્યું છે.

ઉલ્લેખનીય છેકે, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કહ્યું હતું કે, જ્યારે કોઈપણ બ્રીજના નિર્માંણમાં એક્સપાન્શન જોઈન્ટ સારી રીતે નહીં હોય તો, તેને ઉખાડી દેવામાં આવશે. જેની અસર દેશની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ પર સારી પડી છે તેમ લાગી રહ્યું છે.

નોંધનીય છેકે, જ્યારે આપ શાનદાર ગાડી લઈને કોઈ ફલાયઓવર બ્રીજ પરથી પ્રસાર થઈ રહ્યા હોય ત્યારે ધડામ ધડામ અવાજ આવતો હોય ત્યારે, તમારા મુખમાંથી તરત શબ્દો નીકળી પડે છે કે, આ બ્રીજ કોને બનાવ્યો છે. આટલું ધ્યાન પણ નથી રાખતા. આવા શબ્દો માટે હાલમાં નિર્માંણ પામેલા અને આગામી ત્રણ–ચાર દિવસમાં લોકાર્પણ થનારા ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજમાં જોવા નહીં મળે. કારણ કે, અજય એન્જીનીયરીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નિર્માંણ પામેલા આ બ્રીજમાં એક્સપાન્શન જોઈન્ટ લગાવવામાં ખૂબ જ કાળજી રાખવામાં આવી છે અને જેથી,એક્સપાન્શન જોઈન્ટમાંથી કોઈ જ અવાજ આવતો નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
19 Comments