308 હાઈરાઈઝ 3 દિવસમાં ફાયર NOC નહીં લે તો વીજ-પાણી જોડાણ કપાઈ જશે
308 Highrise If the fire does not take NOC in 3 days, the electricity-water connection will be disconnected
હાઇકોર્ટે હાઇરાઇઝ બિલ્ડિંગને ફાયર એનઓસી મેળવી લેવા માટે વારંવાર નિર્દેશ આપ્યા હોવા છતાં પગલાં નહીં લેનારી હાઇરાઇઝ બિલ્ડિંગના રહીશો સામે હવે ફાયરબ્રિગેડે કાર્યવાહી શરૂ કરી છે. સોમવારે વધુ 219 રહેણાક, 76 મિક્સ હાઇરાઇઝ અને 13 કોમર્શિયલ હાઇરાઇઝને નોટિસ આપી 3 દિવસમાં ફાયર એનઓસી લઈ લેવાની તાકીદ કરાઈ છે. 3 દિવસમાં ફાયર એનઓસી નહીં લે તો પછી બિલ્ડિંગના વીજ અને પાણી કનેક્શન કાપી નખાશે.
1128 હાઈરાઝ પૈકી બે દિવસમાં કુલ 476 રેસિડેન્શિયલ બિલ્ડિંગને નોટિસ અપાઈ છે. જ્યારે સોમવારે 259 જેટલી મિક્સ હાઇરાઇઝ બિલ્ડિંગ પૈકી આજે 76ને નોટિસ પાઠવી છે. અગાઉ 26 કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ સામે ફોજદારી ધારા હેઠળ કાર્યવાહી બાદ તે પૈકી 13 જેટલી કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગને સોમવારે નોટિસ આપવામાં આવી છે. જેમાં આ તમામ એકમોને નોટિસમાં એવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છેકે, જો તેઓ 3 દિવસમાં ફાયર એનઓસી માટે યોગ્ય પગલાં નહીં લે તો તેમનો પાણી પુરવઠો અને વીજ પુરવઠો કાપીને પગલાં લેવામાં આવશે.
1128 હાઈરાઈઝ પાસે ફાયર NOC નથી
ફાયર વિભાગે હાઈકોર્ટમાં સ્વીકાર્યું હતું કે, 1128 હાઇરાઇઝ બિલ્ડિંગ, 259 મિક્સ હાઇરાઇઝ અને 26 કોમર્શિયલ બિલ્ડિંગ પાસે ફાયર એનઓસી નથી. આ તમામ બિલ્ડિંગના રહીશો સામે મ્યુનિ. ફોજદારી કાર્યવાહી કરશે. 26 બિલ્ડિંગ સામે ફોજદારી કરાઈ છે. જ્યારે બાકીનાને નોટિસ અપાઈ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
13 Comments