રાજ્યનો પ્રથમ મલ્ટીલેયર અને સુરતનો 117મો બ્રિજ સી.આર. પાટીલના હસ્તે ખુલ્લો મૂકાયો
State's first multilayer and Surat's 117th bridge inaugurated by CR Patil
સુરતના સહારા દરવાજા પર બનેલા ગુજરાતનો પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ/ફલાય ઓવરબ્રિજનું આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ સુરતનો 117મો બ્રિજ ખુલ્લો મૂકાયો છે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયા સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયથી સુરતીઓ જે બ્રિજ શરૂ થવા માટેની રાહ જોતા હતા આખરે તે આજે લોકો માટે ખુલ્લો મુકાયો હતો.
133.50 કરોડના ખર્ચે બ્રિજ બન્યો
સહારા દરવાજા સ્થિત અવધ ટેક્ષટાઈલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવેલાઈન ઉપર સહારા દરવાજા રેલવે ગરનાળા ઉપર તથા સુરત-બારડોલી રોડ પર કરણીમાતા જંકશન પર અંદાજિત રૂ.133.50 કરોડના ખર્ચે નવનિર્મિત સુરતની શાન સમા અને ગુજરાતના સૌ પ્રથમ મલ્ટીલેયર અને મલ્ટી ડિરેક્શન રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે.
ટ્રાફિકનું ભારણ ઘટશે
બ્રિજની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે જે સોનુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગુજરાતમાં આ પ્રકારનો બ્રિજ સૌ પ્રથમ વખત બન્યું હોવાનો દાવો સુરત કોર્પોરેશન કર્યો છે. બ્રિજના કારણે સુરતનો અતિવ્યસ્ત એવો રિંગ રોડ સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલની આસપાસ ખૂબ જ ટ્રાફિકનું ભારણ જોવા મળતું હતું આ બ્રિજના કારણે હવે વાહન ચાલકોને પણ મોટી રાહત થશે. તેની સાથે નેશનલ હાઈવેની કનેક્ટિવિટીનો પણ માર્ગ મોકળો થઈ ગયો છે. સુરેશ ચૌધરી સિટી તરીકે ઓળખાય છે ત્યારે આ 117માં બ્રિજનું નિર્માણ થયું છે. સુરતમાં અત્યાર સુધીમાં તૈયાર થયેલા બ્રિજમાં સૌથી આકર્ષક અને સૌથી ઉપયોગી બ્રિજ પૈકીનો એક હશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments