AMC: ફાયરસેફ્ટી વગરની 247 બિલ્ડિંગનાં વીજ-પાણી જોડાણ કાપવાનો આદેશ
AMC: Order to cut off electricity and water connections of 247 buildings without fire safety
કોર્પોરેશનના ફાયર વિભાગે વારંવાર નોટિસ આપવા છતાં ફાયરસેફટીની વ્યવસ્થા નહીં કરનારી 247 હાઇરાઇઝ રેસિડેન્શિયલ બિલ્ડિંગનો વીજ અને પાણી પુરવઠો કાપી નાખવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત 1387 હાઇરાઇઝ બિલ્ડિંગોમાં હાઇકોર્ટના આદેશ મુજબ ફાયરસેફ્ટી ઊભી નહીં કરાતા કાયદાકીય કાર્યવાહી થશે. અગાઉ ફાયરસેફ્ટી નહીં કરનારી 26 કોમર્શિયલ બિલ્ડિંગ સામે ફોજદારી થઈ છે.
ફાયર વ્યવસ્થા ઊભી કર્યા બાદ બિલ્ડિંગના માલિક અથવા કબજેદારોએ અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસ પાસેથી ફાયર સેફટી સર્ટિફિકેટ અને એનઓસી સમયાંતરે લેવાની રહે છે. આમ છતાં તેનું ઉલ્લંઘન કરાય છે. હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રજૂ કરાયેલી વિગતો મુજબ 1128 હાઇરાઇઝ રેસિડેન્શિયલ બિલ્ડિંગો, 259 મિકસ હાઇરાઇઝ બિલ્ડિંગો તથા 26 કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડીંગો પાસે ફાયર એનઓસી નથી. આ વિગતોના આધારે કોર્ટે ફાયર એન.ઓ.સી.વગરના ઉપરોકત બિલ્ડિંંગો સામે કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
3 Comments