ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

આજથી શરૂ થશે અમદાવાદ-બોટાદ રેલવે ટ્રેક

Ahmedabad-Botad railway track will start from today

નવા ટ્રેકના લીધે ટ્રાફિક પર થનારી અસરને ઓછી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંડરપાસ કે ઓવરબ્રિજને લઈને કોઈ જોગવાઈ કરી નથી. પરિણામે, નવરંગપુરા પોલીસ સ્ટેશન, સંઘવી હાઈસ્કૂલ અને વિજયનગર નજીકના ચાર રસ્તા પર ભારે ટ્રાફિક સર્જાઈ શકે છે. અમદાવાદ-બોટાદ લાઈન નારણપુરા, નવરંગપુરા, પાલડી અને સરખેજમાંથી પસાર થાય છે. આ નવા ટ્રેકના કારણે સરદાર પટેલ રિંગ રોડ પર પણ ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે કારણકે રેલવેલાઈન ઉપર બનનારો બ્રિજ સનાથલ પાસે હજી નિર્માણાધીન છે.

શનિવારથી અમદાવાદ અને બોટાદને જોડતી નવી કન્વર્ટ કરાયેલી બ્રોડગેજ લાઈન અવરજવર માટે ખુલ્લી મૂકાઈ શકે છે. પરિણામે નવરંગપુરા, ઉસ્માનપુરા, નારણપુરા સહિતના શહેરના પશ્ચિમ વિસ્તારોમાં રોડ પર જતાં વાહનચાલકોનું શિડ્યુલ ખોરવાઈ જશે. શહેરના પશ્ચિમ ભાગમાંથી પસાર થતી રેલવે લાઈને બોટાદ-ભાવનગર સેક્ટર સાથે જોડવામાં આવી છે. જેનાથી અમદાવાદથી ભાવનગર વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 35 કિલોમીટર જેટલું ઘટી જશે. નવી બ્રોડગેજ લાઈન પર ટ્રાયલ પણ ચાલી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી તેનું ઉદ્ઘાટન કરશે. એટલું જ નહીં પીએમ મોદી એક પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવશે.

નવા ટ્રેકના લીધે ટ્રાફિક પર થનારી અસરને ઓછી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંડરપાસ કે ઓવરબ્રિજને લઈને કોઈ જોગવાઈ કરી નથી. પરિણામે, નવરંગપુરા પોલીસ સ્ટેશન, સંઘવી હાઈસ્કૂલ અને વિજયનગર નજીકના ચાર રસ્તા પર ભારે ટ્રાફિક સર્જાઈ શકે છે. અમદાવાદ-બોટાદ લાઈન નારણપુરા, નવરંગપુરા, પાલડી અને સરખેજમાંથી પસાર થાય છે. આ નવા ટ્રેકના કારણે સરદાર પટેલ રિંગ રોડ પર પણ ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે કારણકે રેલવેલાઈન ઉપર બનનારો બ્રિજ સનાથલ પાસે હજી નિર્માણાધીન છે.

અમદાવાદ-બોટાદ લાઈનને આગળ વાયા ઢોલાથી ભાવનગર સુધી જોડવામાં આવી છે. હાલ ભાવનગર-બાંદ્રા ટ્રેન ભાવનગર-ઢોલા-બોટાદ-લીંબડી-અમદાવાદના રૂટ પર ચાલે છે. જૂના રૂટ પરથી ભાવનગર-અમદાવાદ વચ્ચેનું 298 કિલોમીટરનું અંતર કાપતાં 5 કલાક 50 મિનિટ લાગે છે. નવા રૂટના લીધે મુસાફરીનો સમય ઘટીને પાંચ કલાક થઈ જશે કારણકે આ હાઈ-સ્પીડ ટ્રેક છે અને અહીં ટ્રેન પ્રતિ કલાક 130 કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close