GovernmentNEWSUrban Development

બિનખેતી પરમિટના હુકમમાં બાંધકામ માટેની “સમયમર્યાદા” જ હટાવી દેવાઈ

The "time limit" for construction was removed in the non-agricultural permit order

ખેડૂતોની જમીનમાં બિનખેતી-NAમાં રૂપાંતરણને તબક્કે કલેક્ટરો દ્વારા અપાતા પરવાનગી હૂકમમાં બાંધકામ માટેની ‘સમયમર્યાદા’ની શરતને જ હટાવી દેવામાં આવી છે. મહેસૂલ વિભાગે શુક્રવારે આ ક્રાંતિકારી નિર્ણય જાહેર કરતાની સાથે તત્કાળ અસરથી તેનો અમલ કરવા કલેક્ટરેટને આદેશો કર્યા હતા. આ સાથે જ બિનખેતીના કિસ્સામાં અધિકારીઓ દ્વારા બાંધકામની સમયમર્યાદાના નામે ખેડૂતોને દેખાડાતો “શરતભંગ’ના ડરનો કાયમી ધોરણે અંત આવશે.

ગુજરાતમાં કોઈ પણ ખેડૂત જયારે પોતાની માલિકીની જમીનને બિનખેતીમાં રૂપાંતરણ માટે અરજી કરે છે ત્યારે તેની મંજૂરી અથાત પરવાનગીમાં “ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાની શરત” હુકમ થાય છે.

જો કે, 16 જૂન 2022ને ગુરૂવારે સાંજે મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી સુનિલ સુલજાની સહીથી પ્રસિધ્ધ પરિપત્રમાં કહેવાયુ છે કે, વર્ષ 1972ના ગુજરાત જમીન મહેસૂલ નિયમોના નિયમ-87 હેઠળ સદનો નમુનો ‘ત’માંથી બાંધકામની સમયમર્યાદા દર્શાવતી શરત ક્રમાંક- 4 દૂર કરવામાં આવે. છે. આ શરતમાં મંજૂરી મળ્યા તારીખથી મહત્તમ ત્રણ વર્ષમાં

બાંધકામ પૂર્ણ કરવાનું રહેતુ હતુ. તેવી જ રીતે વર્ષ 1879ની મહેસૂલી સંહિતાની કલમ -65 હેઠળ પણ ઓનલાઈન હુકમોમાંથી બાંધકામ પૂર્ણ કરવાની શરત દુર કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, મહેસૂલ વિભાગના આ નિર્ણયથી બિનખેતીના હુકમમાં બાંધકામની શરતભંગના કિસ્સાના નામ અધિકારીઓ તરફથી થતી કનડગત અને ભ્રષ્ટાચારમાં કાપ મુકાશે.

અગાઉથી ચાલતા સેંકડો કેસો પણ આપોઆપ નિરસ્ત થશે.

પરિપત્રમાં વર્ષ 1876ના જમીન મહેસૂલ સંહિતાની કલમ 66-67 હેઠળ શરતભંગના કેસો ચલાવતી વખતે બિનખેતી પરવાનગીના હુકમમાં સમાવિષ્ટ બાંધકામની સમયમર્યાદા બાબતના કેસોને શરતભંગ ન ગણવા તમામ કલેક્ટરોને સુચના અપાઈ છે. એટલે કે. અગાઉના વર્ષોમાં બિનખેતીના હુકમમાં બાંધકામની શરતનો ભંગ થયો હોય તેવા સેંકડો કેસો પણ શુક્રવારથી આપોઆપ નિરસ્ત થઈ જશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close