NEWS

ગાંધીનગર: રાયસણ પેટ્રોલપંપથી 80 મીટરના રસ્તાને નામ અપાશે ‘પૂજ્ય હીરાબા માર્ગ’

Gandhinagar: 80 meter road from Raisan petrol pump to be named 'Pujya Hiraba Marg'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા 18 જુનને શુક્રવારે શતાયુમાં પ્રવેશ કરી રહ્યા છે. 18 જૂન 1923માં જન્મેલા હીરાબાના 100મા જન્મદિવસ પૂર્વે ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાન નજીક રાયસણ પેટ્રોલપંપથી 80 મીટરના રસ્તાને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ અપાશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુધવારે આ માર્ગના નામકરણની જાહેરાત કરવામાં આવી હતી.

ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ ઉપરોક્ત જાહેરાત કરતા જણાવ્યું કે, આવનારી પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યાસ, સેવા અને કર્તવ્યનિષ્ઠાના બોધપાઠ લઈ શકે તે હેતુસર રાયસણ પેટ્રોલપંપથી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ નામકરણ કરવાનું નક્કી કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂનને શુક્રવારે વડોદરામાં ગુજરાત ગૌરવ મહાસંમેલનને સંબોધવાના છે. આ કાર્યક્રમ પૂર્વે ગુરુવારે સાંજે તેઓ ગાંધીનગરમાં રાજભવનમાં તેઓ રાત્રિ રોકાણ પણ કરવાના છે. તેમની બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ હીરાબાના 100 મા જન્મદિવસ નિમિત્તે લાંબા સમય બાદ માતાને પણ મળશે. તેમના આશિર્વાદ મેળવશે. આ તરફ ઐતિહાસિક નગર વડનગરમાં પણ વડાપ્રધાનના માતા હીરાબાના 100 મા જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુષ્ય અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં સુંદરકાંડ, શિવ આરાધના અને ભજન સંધ્યા એમ ત્રિવેણી કાર્યક્રમોનું આયોજન સ્થાનિક નગરજનો દ્વારા કરવામાં આવ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.  

Show More

Related Articles

Back to top button
Close