ધોલેરા ઈન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટને કેબિનેટ કમિટીની મંજૂરી, 2025-26માં એરપોર્ટ બનશે કાર્યરત
Cabinet nod for development of new greenfield airport in Dholera: Thakur
ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય અંતર્ગતની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની આર્થિક બાબતો પરની કેબિનેટ કમિટીએ, 14 જૂન-2022ના રોજ ગુજરાતના ધોલેરામાં ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ કરવાની મંજૂરીની લીલીઝંડી આપી છે. 1305 કરોડ રુપિયામાં નિર્માણ પામનાર એરપોર્ટના પ્રથમ તબક્કા માટે નિર્માણ કરવાનો પ્રસ્તાવ પર કેબિનેટ કમિટીમાં મંજૂરીની મ્હોર મારવામાં આવી છે. આ મ્હોરની સાથે જ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ 2025-26માં નિર્માણ આપીને કાર્યરત થશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે કેબિનેટ કમિટીએ પર્યાવરણીય અને ગ્રીનફિલ્ડ અંગેની તમામ પ્રકારની મંજૂરી આપી છે. ધોલેરા એરપોર્ટ માટે ગુજરાત સરકારે કુલ 1501 હેક્ટર જમીન ફાળવી છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ એરપોર્ટથી પ્રતિ વર્ષે ત્રણ લાખ પ્રેસેન્જરો મુસાફરી કરશે. એટલે કે, આવનારા બે દાયકામાં 23 લાખ લોકો મુસાફરી કરશે. તેમજ આ કાર્ગો એરપોર્ટ દ્વારા 2025-26 સુધીમાં 20,000 ટન માલનું આયાત-નિકાસ થશે, જે આગામી 20 વર્ષમાં 2.73 લાખ માલનું ટ્રાફિક રહેશે.
ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ ઝોન અંતર્ગત ધોલેરા એરપોર્ટ સર્વિસ આપીને ધોલેરાને દેશનું ઔદ્યોગિક હબ બનાવશે. નોંધનીય છે કે, ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટની નિર્માણ થવાની સાથે જ ધોલેરા અને તેની આસપાસની તમામ જમીનોની કિંમતોમાં ધરખમ વધારો થશે. તેમ જ દેશ સહિત વિદેશી કંપનીઓ ધોલેરામાં રોકાણ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments