ArchitectsConstructionGovernmentGovtNEWSPROJECTSUrban Development

400 કરોડના ખર્ચે જુના સચિવાલયને નવું બનાવવાનો રિ-ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન

Re-development master plan to renovate the old secretariat at a cost of Rs 400 crore

જુના સચિવાલયના હાલના દેખાતા ગેરા રંગના જૂનવાણી સ્ટાઇલના બ્લોક આવતા દિવસોમાં ઇતિહાસના પાને રહી જવાના છે. ૪૬ વર્ષ બાદ જુના બ્લોક્સને હટાવીને નવા બાંધવાની રુપિયા ૪ અબજના ખર્ચની યોજના હાથ ધરાવાની છે. જુના સચિવાલયના રી-ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરી દેવાયો છે. તેમાં હાલના ૧૯ બ્લોકને માત્ર આઠ બ્લોકમાં સમાવી દેવાશે, જે નવ મજલાના હશે. જેમ નવા બ્લોક બનતા જશે, તેમ તેમ જુનાને હટાવી પણ દેવાશે.

જુના સચિવાલયના બ્લોક્સનાં બાંધકામ તેની આયુષ્ય મર્યાદા પુરી થવાના આરે પહોંચી ગયાં છે. ત્યારે આ વિશાળ કેમ્પસમાં સેક્ટર ૧૦માં બાંધવામાં આવેલા કર્મયોગી ભવનની જેમ કાટખૂણા આકારના નવા આઠ બ્લોક એક પછી એક બાંધવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ પૈકીના બે બ્લોકનું બાંધકામ રુપિયા ૧૦૦ કરોડના ખર્ચે નજીકના સમયમાં જ શરુ કરવા માટે ઇજનેરી પાંખ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આખા કેમ્પસનો નવો લે આઉટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. નવા જમાનાને અનુરુપ અને હાલની જરુરિયાતોને અનુરુપ બને તેવી સુવિધાઓ અહીં આપવા માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. દરેક બ્લોકના બાંધકામ પાછળ રુપિયા ૫૦ લાખ ઉપરાંતનો ખર્ચ થવાનો હોવાથી હાલનાં તબક્કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર યોજના પાછળ રુપિયા ૪૦૦ કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો હોવાનું પાટનગર યોજના વિભાગના ઇજનેરી સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close