એક વર્ષના વિકાસકામોની સમીક્ષા કરાઈ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટના ખર્ચમાં ૩૦૦ કરોડનો વધારો થયો
One year development works reviewed, cost of Kharikat canal development project increased by Rs 300 crore
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ રીવ્યુ બેઠકમાં વર્ષ-૨૦૨૧-૨૨ના વર્ષના બજેટમાં મંજુર કરવામાં આવેલા વિકાસકામો પૈકી ૮૫ ટકા કામો પુરા કરાયા હોવાનો સત્તાધીશો દ્વારા દાવો કરવામાં આવ્યો છે.ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટનો ખર્ચ ત્રણ મહિનામાં ૩૦૦ કરોડ વધતા હવે આ પ્રોજેકટ ૧૨૦૦ કરોડમાં પુરો કરાશે.
મેયરના અધ્યક્ષસ્થાને મળેલી બજેટ રીવ્યુ કમિટીની બેઠક બાદ વર્ષ-૨૦૨૧-૨૨ના બજેટમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા સુચવવામાં આવેલા ૧૭૭ કરોડથી વધુ રકમના વિકાસકામો અંગે રીવ્યુ કરવામાં આવ્યો હતો.ગત વર્ષના બજેટ પૈકી ૮૫ ટકા કામો પુરા થયા હોવા ઉપરાંત દસ ટકા કામો ટેન્ડર પ્રક્રીયામાં હોવાની સાથે પાંચ ટકા કામ વિવિધ કારણસર હાથ ધરાઈ શકયા ના હોવાનું સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેષ બારોટે કહ્યુ હતું.
આ વર્ષે ફેબુ્આરીમાં ખારીકટ કેનાલને ૯૦૦ કરોડના ખર્ચથી ડેવલપ કરવા બજેટમાં મંજુરી અપાઈ હતી.ત્રણ મહિનામાં આ પ્રોજેકટમાં ૩૦૦ કરોડ કયા કારણથી વધ્યાં? એ અંગે ચેરમેને કહ્યુ,તમામ ચીજોમાં ભાવ વધારો થવાથી તેમજ પ્રોજેકટમાં વધુ વિસ્તાર આવરી લેવા જેવા કારણ મુખ્ય છે.આ પ્રોજેકટ માટે રાજય સરકાર ૬૦૦ કરોડ આપશે.૩૦૦ કરોડ વર્લ્ડ બેન્ક આપશે જયારે ૩૦૦ કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન ખર્ચ કરશે.કોરોના મહામારી છતાં વર્ષ-૨૦૨૧-૨૨માં ૨૪૬૧.૬૪ કરોડના વિકાસકામો થયા છે.જયારે ૪૦૮૭.૮૮ કરોડનો રેવન્યુ ખર્ચ થયો છે.
થલતેજ વોર્ડમાં પી.પી.પી.ધોરણે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવાશે
શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપ યોજના હેઠળ અંદાજે સાત કરોડથી વધુ રકમના ખર્ચ સાથે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવાશે.આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર જગ્યા આપશે બાકીનો તમામ ખર્ચ જે કંપનીને વર્ક ઓર્ડર અપાશે એમના દ્વારા કરાશે એમ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને કહ્યુ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.
9 Comments