NEWSUrban Development

અમદાવાદના નારણપુરામાં રૂ.631 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અમિત શાહના હસ્તે 29મી સાંજે ખાતમુહૂર્ત કરાશે

Amit Shah to inaugurate Rs 631 crore International Sports Complex at Naranpura, Ahmedabad on 29th evening

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 29મી મેના રોજ સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિશ્વકક્ષાના બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે રૂ.560 કરોડથી વધુના ખર્ચે બનનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રીને હસ્તે 29મી મેના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. 300 લોકો રહી શકે એવી વ્યવસ્થા, સ્વિમિંગ પૂલ વગેરે બનાવવામાં આવશે.

આજે સવારે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તની તૈયારીઓની સમીક્ષાને લઈ ભાજપના પ્રદેશ મહામંત્રી દીપસિંહ વાઘેલા શહેર પ્રમુખ અમિત શાહ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, વિવિધ કમિટીઓના ચેરમેન સ્થાનિક કાઉન્સિલરો અને શહેર સંગઠનના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી.

850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા હશે
આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ રહેશે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું પાર્કિગ બનાવાશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શું-શું હશે?

1) એક્વાટિક કોમ્પ્લેક્સ

– સ્વિમિંગ પૂલની સાઇઝ FINA એપ્રૂવલ

– ડાઇવિંગ પૂલ, આર્ટિસ્ટિક અને વોટર પોલોનો સમાવેશ

– 1500 પ્રેક્ષકની ગેલરી

2) સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

– 2 હોલ (જેમાં 2 બાસ્કેટ બોલ, 2 વોલીબોલ અને 8 બેડમિન્ટન કોર્ટ (ઇન્ટરનેશનલ))

– 4 ટેકવાન્ડો કોર્ટ, 4 કબડ્ડી કોર્ટ

– 4 રેસલિંગ અને 12 ટેબલ ટેનિસ મેચ રમાશે

– ખેલાડીઓ માટે લોન્જમાં 1 સ્પોર્ટ્સ સાયન્સ અને ફિટનેસ સેન્ટર

– ચેન્જ રૂમ અને લોકર ઈક્વિપમેન્ટ સ્ટોર

– મેડિકલ સર્વિસ સ્ટેશન

– ઓડિયો-વીડિયો ફેસિલિટી સાથે ટ્રેનિંગ રૂમ

– કોચ માટે 8 ડબલ રૂમ

– ખેલાડીઓ માટે 89 ટ્રિપલ બેડરૂમ

– 150 કોર્પોરેટ લોકો બેસી શકે એવો ડાઇનિંગ હોલ

– 7000 લોકોની બેઠક સ્ટેડિયમમાં રહેશે

3) ઇન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ એરિયા

– 80 મીટર × 40 મીટરનો હોલ (એક સમયે એક રમત)

– 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટ બોલ કોર્ટ

– 4 વોલીબોલ કોર્ટ, 4 જિમ્નેસ્ટિક મેટ

– ટેકવાન્ડો કુસ્તી અને ટેબલ ટેનિસ માટે મલ્ટીપર્પઝ હોલ

– વોર્મ અપ એરિયા

– ખેલાડીઓ, કોચ, રેફરી અને VIP માટે લોન્જ

– સ્પોર્ટ્સ ફેડરેશન રૂમ, સેન્ટ્રલ એડમિન ઓફિસ

– ડોપિંગ એરિયા, મીડિયા રૂમ, કોલ રૂમ

– ઓપરેશન સુવિધા

4) ફિટ ઈન્ડિયા ઝોન

– સિનિયર સિટિઝન માટે સીટિંગ એરિયા

– સ્કેટિંગ રિંગ, જોગિંગ ટ્રેક

– કબડ્ડી, ખો-ખો ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન ઝોન

5) આઉટડોર સ્પોર્ટ્સ

– 6 ટેનિસ કોર્ટ, 1 બાસ્કેટ બોલ અને વોલીબોલ કોર્ટ

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close