GovernmentGovtNEWSPROJECTS

ચાર શહેરમાં મેટ્રો માટે ફ્રાન્સની કંપની ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરશે

The French company will prepare a detailed project report for the metro in four cities

વડોદરા, જામનગર, રાજકોટ અને ભાવનગર મળીને ચાર શહેરોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે ફ્રાન્સની કન્સલ્ટીંગ અને એન્જીનિયરીંગ SYSTRA કંપનીએ ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવાનું કામ શરુ કર્યું છે. વર્ષ 2022ના અંત સુધીમાં આ રિપોર્ટ તૈયાર થઈ જશે. નાના અને મધ્યમ કદના શહેરોને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઈન કરાયેલી ટ્રેન ચારેય શહેરોમાં શરુ કરાશે. જે અમદાવાદમાં બનેલી મેટ્રો ટ્રેનની સરખામણીમાં અડધા કે તેથી ઓછા ખર્ચે તૈયાર થશે.

ગુજરાતના ચાર શહેરોમાં નવા પ્રકારની મેટ્રો ટ્રેન શરુ કરવાનું આયોજન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ કર્યું છે. જેમાં એક મેટ્રો નીઓ અને બીજી મેટ્રો લાઈટ નામની ટ્રેન હશે. નાના અને મધ્યમ કદના શહેરોને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઈન કરાયેલી આ ટ્રેનોમાં કયા શહેરમાં નીઓ કે લાઈટ ટ્રેન ચલાવવી તે ફિઝીબિલીટી રીપોર્ટના આધારે નક્કી કરાશે. નોંધનીય વાત છે કે મેટ્રો નીઓ અને લાઈટમાં મુસાફરોને સુવિધાઓ તો સરખી જ મળશે. જો કે SYSTRA કંપની ચારેય શહેરોમાં મેટ્રો માટે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ અને ફિઝીબિલીટી રિપોર્ટ તૈયાર કરવાની સાથે સાથે ક્યાં અને કયા કોરિડોરનો ઉપયોગ કરવો, ટ્રાફિકની ડિમાન્ડનું એનાલિસિસ કરવું તથા ગ્રોથ સેન્ટર માટેનો રિપોર્ટ પણ તૈયાર કરશે. એમ GMRC ના એક અધિકારીએ જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાઈમેગ્નીટ્યુડ મેટ્રો સિસ્ટમમાં કેપેસીટી વધારે હોય અને તેનો ખર્ચ પણ વધારે હોય છે. જો કે અમદાવાદની મેટ્રો ટ્રેનમાં 6 કંપાર્ટમેન્ટની સરખામણીમાં આ નવી મેટ્રો ટ્રેનમાં કમ્પાર્ટમેન્ટ રહેશે. એટલે ટ્રેનની લંબાઈ ઘટવાના લીધે સ્ટેશનની લંબાઈ પણ ઘટશે. ઉપરાંત જમીન સંપાદનની ઓછી જરુર પડશે. કેટલીક જગ્યાએ એલિવેટેડ કોરિડોર પણ નહી હોય એટલે રસ્તાની સમાન ટ્રેન દોડશે. આમ અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1 માં એક કિલોમીટરનો ખર્ચ રુપિયા 300 કરોડ હતો. તેની સરખામણીમાં મેટ્રો લાઈટમાં એક કિલોમીટરનો ખર્ચ અંદાજે રુપિયા 150 કરોડ અને મેટ્રો નીઓમાં રુપિયા 100 કરોડ થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close