Big StoryCivil EngineeringCivil TechnologyConstructionHousingInfrastructureNEWSUrban Development

અદાણીનું નવું સાહસ : સિમેન્ટ કંપની અંબુજા અને ACCને રૂપિયા 81 હજાર કરોડમાં ટેકઓવર કરવાની જાહેરાત

Adani's new venture: Cement company Ambuja and ACC announced to take over for Rs 81,000 crore

અદાણી ગ્રુપે ઓફશોર સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ મારફતે ભારતની બે અગ્રણી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ લિમિટેડ અને એસીસી લિમિટેડમાં સ્વિત્ઝર્લેન્ડ સ્થિત હોલસિમ લિમિટેડનો સંપૂર્ણ હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપે હોલસિમ લિમિટેડની બન્ને સિમેન્ટ 10.50 અબજ ડોલર એટલે કે રૂપિયા 81 હજાર કરોડમાં હસ્તગત કરશે તેવી જાહેરાત કરી છે. અદાણી દ્વારા આટલી મોટી રકમમાં કરવામાં આવેલી આ ડીલ અત્યાર સુધીની તેની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે.

આ ઉપરાંત તે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી M&A ડીલ માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ACC એટલે કે એસોસિએટેડ સિમેન્ટ કંપનીઝમાં હોલસિમ કંપની માલિકી હિસ્સો ધરાવે છે. તે સ્વિત્ઝર્લેન્ડની બિલ્ડિંગ મેટરીયલ કંપની છે. ACCની શરૂઆત 1લી ઓગસ્ટ 1936ના રોજ મુંબઈમાં થઈ હતી. તે સમયે અનેક ગ્રુપ સાથે મળી તેની શરૂઆત કરી હતી.

આ હસ્તાંતરણની માહિતી આપતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ભારતની કહાનીમાં અમારો વિશ્વાસ અડગ છે. ભારતમાં હોલસિમની સિમેન્ટ કંપનીઓને અમારી ગ્રીન એનર્જી અને લોજીસ્ટિક્સ સાથે જોડીને તે વિશ્વની સૌથી મોટી ગ્રીનેસ્ટ સિમેન્ટ કંપની બનાવશું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close