ક્રેડાઈ અમદાવાદ-ગાહેડના સીએસઆર ફાઉન્ડેશન દ્વારા ક્રેડાઈ પબ્લિક ગાર્ડનનું ખાતમુહૂર્ત
CREDAI-AHMEDABAD GIHED laid stone foundation of CREDAI public garden at Shilaj.
ગુજરાતની પ્રતિષ્ઠિત ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ સંસ્થાના સીએસઆર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના તમામ નાગરિકો માટે ક્રેડાઈ પબ્લિક ગાર્ડનનું ખાત મુહૂર્ત અમદાવાદના મેયર કિરીટભાઈ પરમારના હસ્તે કરાવ્યું હતું. આ પ્રસંગે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે, ગુજરાત ભાજપના સહ-કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, ક્રેડાઈ નેશનલના પૂર્વ ચેરમેન અને એસોચેમ-ગુજરાત રીજીયનના ચેરમેન જક્ષય શાહ, જીસીસીઆઈના પ્રેસિડેન્ટ હેમંત શાહ, ક્રેડાઈ અમદાવાદ-ગાહેડના પ્રેસિડેન્ટ તેજસ જોશી સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ક્રેડાઈ-અમદાવાદ-ગાહેડના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ જણાવ્યું હતું કે, આ ઓકસિજન પાર્ક ગાર્ડનમાં મીયાવાકી પદ્ધતિથી પ્લાન્ટેશન, યોગાડેક, વૉકિંગ ટ્રેક, સીનિયર સિટિઝન્સ સીટ સહિત અનેક સુવિદ્યાઓ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા રચાયેલા સીએસઆર ફાઉન્ડેશન દ્વારા સમાજોપયોગી કાર્યો જેવા કે, ગાર્ડન વિકસાવવા, ડાયલીસીસ સેન્ટર, કન્સ્ટ્રક્શન લેબરના બાળકોને ન્યૂટ્રીસીયસ ફૂડ તેમજ શિક્ષણમાં સહાયક બનવું સહિત અનેક સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments