ConstructionHousingInfrastructureNEWS

માંગમાં વધારો થવાને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરનું સેન્ટિમેન્ટ 2021માં ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યું

Real estate sector sentiment reaches historic high in 2021 due to rising demand

દેશમાં કોરોનાના સમયગાળા બાદ અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારો જોવા મળ્યો છે. અને તેની પોઝિટીવ અસર રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ જોવા મળી રહી છે. હાઉસિંગ અને કોર્મશિયલ પ્રોપર્ટીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને આગામી છ મહિનામાં તે મજબૂત રહેવાની ધારણા છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક અને નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO)એ તેમના 32મા ત્રિમાસિક સર્વેમાં અહેવાલ આપ્યો છે કે રિયલ એસ્ટેટ સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો છે.

વર્તમાન સેન્ટિમેન્ટ 68 પોઈન્ટ પર છે અને ફ્યુચર સેન્ટિમેન્ટ 75 પોઈન્ટ પર છે જે પહેલા ક્યારેય નહોતું. 2021ના ​​પ્રથમ ક્વાર્ટરમાં વર્તમાન અને ફ્યુચર બંને સેન્ટિમેન્ટ 57 પોઈન્ટ પર હતા. જ્યારે વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વર્તમાન સેન્ટિમેન્ટ 31 અને ભવિષ્યના સેન્ટિમેન્ટ 36 હતા. નાઈટ ફ્રેન્ક રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં 80 ટકા ડેવલપર્સ આગામી છ મહિનામાં હાઉસિંગની માંગ મજબૂત રહેવાની અપેક્ષા રાખે છે અને નવા લોન્ચ સિવાય વેચાણ વધશે.

તે જ સમયે 78% ઉત્તરદાતાઓ માનતા હતા કે મકાનોની કિંમતો પણ વધશે. મહામારી પછી દેશના ટોચના 7 શહેરોમાં ડેવલપર્સને પોસાય તેવા મકાનોના નવા સપ્લાયમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું જેના કારણે જૂના સ્ટોકને ઘટાડવામાં સારી સફળતા મળી છે. તમામ બજેટ કેટેગરીમાં આ સૌથી મોટી અછત છે. એફોર્ડેબલ હાઉસિંગની માંગ સતત મજબૂત બની રહી છે. પહેલેથી જ ઉપલબ્ધ સ્ટોકમાં 21 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. વણવેચાયેલા મકાનોની સંખ્યામાં વધારો ઉપરાંત તેનું કારણ કોરોના મહામારી દરમિયાન 40 લાખથી ઓછી કિંમતના ડેવલપર્સ દ્વારા નવા સપ્લાયનો અભાવ છે.
રેસિડેન્શિયલ માર્કેટનો ગ્રોથ ઘણો સારો રહ્યો છે, જેણે સમગ્ર સેક્ટરના સેન્ટિમેન્ટને વેગ આપ્યો છે. મોટાભાગની કંપનીઓએ કર્મચારીઓને કામ પર પાછા લાવવાનું શરૂ કર્યું હોવાથી ‘ઓફિસ સ્પેસ’ની માંગ પણ વધી રહી છે. -શિશિર બૈજલ, ચેરમેન અને એમડી, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close