ConstructionHousingInfrastructureNEWS

રિયલ એસ્ટેટમાં તેજીનું સેન્ટીમેન્ટ, કોમર્શિયલ પ્રોપર્ટીની માંગમાં ઉછાળો

Rising sentiment in real estate, surge in demand for commercial property

કોવિડની બીજી લહેર પછી મોટા ભાગના લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે અને બજારો ઉઘડી ગયા છે તેના કારણે રહેણાંક માર્કેટમાં વેચાણ વધ્યું છે. તેવી જ રીતે ઓફિસ લિઝિંગમાં પણ તેજી દેખાય છે. રેસિડેન્શિયલ (Residential Property) અને કોમર્શિયલ (Commercial property) એમ બંને પ્રકારની પ્રોપર્ટી માટે ગ્રાહકોમાં રસ વધ્યો છે. આગામી છ મહિના માટે પણ આશાવાદ છે.

  • કોવિડ રોગચાળાની બીજી લહેર વખતે રિયલ એસ્ટેટની ડિમાન્ડને અસર થઈ હતી,
  • મોટા ભાગની કંપનીઓ હવે તેના સ્ટાફને કામ કરવા માટે ઓફિસે બોલાવવા લાગી છે
  • બજારો ખુલવાના કારણે કોમર્શિયલ પ્રોપર્ટી, ખાસ કરીને ઓફિસની માંગ વધી

કોવિડના કેસ નિયંત્રણમાં આવ્યા પછી દેશમાં રિયલ એસ્ટેટ સેક્ટર (Real Estate Sector)માં તેજીનું સેન્ટીમેન્ટ જોવા મળ્યું છે. રેસિડેન્શિયલ (Residential Property) અને કોમર્શિયલ (Commercial property) એમ બંને પ્રકારની પ્રોપર્ટી માટે ગ્રાહકોમાં રસ વધ્યો છે. મોટા ભાગના લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે અને બજારો ઉઘડી ગયા છે તેના કારણે રહેણાંક માર્કેટમાં વેચાણ વધ્યું છે. તેવી જ રીતે ઓફિસ લિઝિંગમાં પણ તેજી દેખાય છે.

નાઈટ ફ્રેન્ક- FICCI-નારેડકો રિયલ એસ્ટેટ સેન્ટીમેન્ટ ઇન્ડેક્સ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 68 પર હતો જે નવી ટોચ છે. મોટા ભાગના ડેવલપર્સે જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં તેમના બિઝનેસમાં સુધારો થયો છે. મહત્ત્વની વાત એ છે કે ફ્યુચર સેન્ટીમેન્ટ સ્કોર 75 હતો. એટલે કે આગામી સમયમાં રિયલ્ટી માર્કેટમાં સારી માંગ રહેશે તેવો મોટા ભાગના લોકોને આશા છે.
​​દેશના તમામ રિયલ્ટી માર્કેટની વાત કરીએ તો તેમાં સાઉથ ઝોનમાં વધારે આશાવાદ છે. સાઉથ માટે ફ્યુચર સેન્ટીમેન્ટ સ્કોર 64થી વધીને 66 થયો છે. જ્યારે નોર્થમાં સેન્ટીમેન્ટ સ્કોર 57થી વધીને 67 થયો છે. નોર્થ ઝોનમાં ઓફિસ અને રેસિડેન્શિયલ સેક્ટર એમ બંને પ્રકારના માર્કેટમાં તેજી જોવા મળી છે.

નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિશ બૈજલે જણાવ્યું કે મોટા ભાગની કંપનીઓ હવે તેના સ્ટાફને કામ કરવા માટે ઓફિસે બોલાવવા લાગી છે. તેના કારણે ઓફિસ સ્પેસની માંગમાં વધારો થયો છે. કરન્ટ તથા ફ્યુચર સેન્ટીમેન્ટ સ્કોર બંનેમાં મોટા ભાગના સ્ટેકહોલ્ડર્સ આશાવાદ ધરાવે છે. જોકે, જિયોપોલિટિકલ તણાવના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હોવાથી ફુગાવો વધી ગયો છે. આ પરિબળ એન્ડ યુઝર્સની માંગને અસર કરી શકે છે.

કોવિડ રોગચાળાની બીજી લહેર વખતે રિયલ એસ્ટેટની ડિમાન્ડને અસર થઈ હતી, પરંતુ ત્યાર પછી કોમર્શિયલ રિયલ્ટી સેગમેન્ટમાં ગ્રોથ જોવા મળ્યો છે. છેલ્લા બે ક્વાર્ટરમાં સેન્ટીમેન્ટમાં સુધારો થયો હતો, પરંતુ માર્ચ ક્વાર્ટરમાં રિયલ્ટી સેક્ટરે સૌથી સારો દેખાવ કર્યો હતો. સરવેમાં ભાગ લેનારા મોટા ભાગના લોકો માને છે કે આગામી છ મહિનામાં કોમર્શિયલ પ્રોપર્ટીની માંગ હજુ વધશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close