ConstructionNEWS
અમદાવાદના નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ટેન્ડર મામલે હાઇકોર્ટમાં કેસ વચ્ચે PSP કંપનીનું ટેન્ડર મંજૂર
Ahmedabad High Court approves tender of PSP Company amidst Naranpura Sports Complex tender case

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બનનારા સ્પોર્ટસ કોમ્પ્લેક્સનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે ત્યારે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. PSP કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે અને હાઇકોર્ટમાં આ ટેન્ડરના વિવાદ મામલે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે છેલ્લા 6 મહિનાથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. 4થી વધુ કંપનીઓ ટેન્ડર પ્રક્રિયામાં આવી હતી. જે કંપની ક્વોલિફાઇડ થઈ છે તેને અમે કોન્ટ્રાકટ આપવાની મંજૂરી આપી છે. કોર્ટમાં મેટર છે અને હજી સુધી કોઈ સ્ટે નથી મળ્યો માટે કામ મંજૂર કરવામાં આવ્યું છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર.
12 Comments