Big StoryNEWS

રોડ પડેલા ખાડા અંગે આપને, Intents Go App. કરશે એલર્ટ

app for road

શું આપ કાર ડ્રાઈવ કરી રહ્યા છો ? અને રસ્તા પર ક્યાં ખાડો આવશે અને ક્યાં નહીં, તેને લઈને ચિંતામાં રહેતા હશો. તેમાંય ચોમાસામાં તો ખાસ ? ક્યા કેટલું પાણી ભરાયું હશે ? હવે તમારી આ ચિંતા દૂર કરશે Intents Go નામની એપ. ભારતીય કંપની દ્વારા ડેવલપ કરાયેલી Intents Go એપ, બીટા વર્ઝન આધારિત કામ રહી છે. તો આવો જાણો શું છે આ એપ.

આ એપ બનાવનાર કંપની જણાવે છેકે, આ એપ દ્વારા રોડ પર પડેલા ખાડા, ટ્રાફિક અને રોડ પર ક્યાં પાણી ભરાયા છે અને તેનું જળસ્તર કેટલું તે જાણી શકાશે. આ એપ આપ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકો છો.

આ એપની કંપની દાવો કરી રહી છેકે, દરરોજના કુલ 9000 રોડ પરના નવા ખાડા અને સ્પીડ બ્રેકરને ઓળખ કરે છે અને તે માટે કંપની પાસે બે લાખ સ્કાઉટસ્ છે. ઈન્ટેંટ્સ ગો અપે 20 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું હોવાનો દાવો કર્યો છે. દરરોજ 1.5 લાખ કિલોમીટર મેપ ડેટા ઉમેરાય છે. એપે 1.85 લાખથી વધારે ખાડા અને સ્પીડ બ્રેકરની ઓળખ કરી છે. હાલ પ્રતિ દિવસ આશરે 9000ની ઓળખ થઈ રહી છે. આ સિસ્ટમ રિઅલ ટાઈમ હોવાથી એપના ડેટા પ્રમાણે દરરોજ 4500 ખાડા રિપેર પણ થઈ રહ્યા છે.

કંપનીએ જણાવ્યું કે એપમાં રસ્તાઓની સ્થિતિ અને ઘટના માટે રિઅલ ટાઈમ ડેટા અપડેટ કરવામાં આવે છે. 2 લાખ સ્કાઉટ્સની મદદથી એપ અપડેટ થાય છે. તે ફોન સેન્સરનો ઉપયોગ કરે છે. કોઈ પણ યુઝર તેને ડાઉનલોડ કરવા અને ઉપયોગ કરવા માટે અરજી કરી સ્કાઉટ બનાવી શકે છે. સ્કાઉટ્સમાં કેબ ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર અને ડિલિવરી એજન્ટ સહિતના લોકો સામેલ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close