Big StoryGovernmentGovtInfrastructureNEWS

આગામી યુગ હાઈડ્રો અને ઈલેક્ટ્રીક કારનો : નીતિન ગડકરી દેશની પહેલી હાઈડ્રો કારમાં પહોંચ્યા સંસદ

The next era of hydro cars: Nitin Gadkari arrives in Parliament in the country's first hydro car

કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીજીએ આજે હાઇડ્રોજન આધારિત ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ (FCEV) દ્વારા સંસદ ભવનની મુલાકાત લીધી. ‘ગ્રીન હાઈડ્રોજન’ દ્વારા સંચાલિત કારનું નિદર્શન કરતાં શ્રી ગડકરીજીએ હાઈડ્રોજન, FCEV ટેક્નોલોજી અને ભારત માટે હાઈડ્રોજન આધારિત સમાજને ટેકો આપવા તેના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

શ્રી ગડકરીએ ખાતરી આપી હતી કે ભારતમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવશે, દેશમાં ટકાઉ રોજગારીની તકો ઊભી કરીને ગ્રીન હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. ભારત ટૂંક સમયમાં ગ્રીન હાઇડ્રોજન નિકાસ કરતો દેશ બનશે.

  • ભારતમાં સ્વચ્છ અને અત્યાધુનિક ગતિશીલતાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનને અનુરૂપ, અમારી સરકાર, ‘નેશનલ હાઇડ્રોજન મિશન’ દ્વારા હરિયાળી અને સ્વચ્છ ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રતિબદ્ધ છે

ટીમ બિલ્ટ ઇન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close