80 વર્ષ બાદ, બિલ્ડર્સ એસો. ઓફ ઈન્ડિયાના ગુજરાતના પ્રથમ પ્રેસિડેન્ટ બન્યા નિમેશ પટેલ
After 80 Years, Nimesh Patel elected President of Builders Association of India.
મારુતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ના સીએમડી અને અમદાવાદના જાણીતા કૉન્ટ્રાક્ટર નિમેશ પટેલ, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ તરીકે વિજયી બન્યા છે. આ રીતે, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાની સ્થાપનાથી આજ સુધીમાં પ્રથમ વાર ગુજરાતના સભ્ય, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ બન્યા છે, જે સૌ ગુજરાતીઓ માટે એક ગૌરવની વાત છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022-23 માટે યોજાયેલી બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીમાં ગુજરાતના જાણીતા કૉન્ટ્રાક્ટર નિમેશ પટેલને સૌથી વધારે વોટ મળ્યા હતા. પરિણામે તેઓ વિજયી બન્યા છે.
બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાની સ્થાપના 1941માં સિવીલ એન્જીનીયર્સ અને કૉન્ટ્રાક્ટર્સના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે થઈ હતી. જે હાલ એક મોટું વટવૃક્ષ બની ગયું છે. દેશભરમાં હાલ કુલ 200 ચેપ્ટર છે અને દેશભરના રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સાથે જોડાયેલા અનેક બિલ્ડર્સ અને કૉન્ટ્રાક્ટર્સ છે અને તેઓ ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments