નિતીન ગડકરીએ, મધ્યપ્રદેશમાં 5722 કરોડના 11 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
Nitin Gadkari laid foundation stones for 11 NH projects worth Rs 5722 crore in MP
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ, આજે કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વી.કે.ની હાજરીમાં મધ્યપ્રદેશમાં રૂ. 5722 કરોડના મૂલ્યની 534 કિમીની કુલ લંબાઈવાળા 11 રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રસંગે ગડકરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ યાત્રાળુઓ અને પ્રવાસીઓને સરળ પરિવહન સુવિધા પૂરી પાડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ઉજ્જૈનને અડીને આવેલા કૃષિ બજારોથી વધુ સારી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. તેમજ ઉજ્જૈન-દેવાસ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિકાસ થશે અને રોજગાર સર્જનની નવી તકો ઉભી થશે. આ સાથે કહ્યું હતું કે, સમગ્ર માલવા-નિમાર પ્રદેશનો વિકાસ કરવામાં આવશે, સરહદી વિસ્તારોને સંગ્રહ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે અને સમય, ઈંધણની બચત થશે અને મુસાફરી પણ સુરક્ષિત રહેશે.સરકાર દરેક માટે સરળ કનેક્ટિવિટી, ઝડપી વિકાસ, બહેતર સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા સાથે નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સતત પગલાં લઈ રહી છે તેવી નિતીન ગડકરીએ જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments