ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરવી, ભારતમાં કાયદેસર બનશે! – નીતિન ગડકરી
Talking on the phone while driving will soon be legal in India: Nitin Gadkari.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરવી ભારતમાં કાયદેસર બની જશે. જો કે, કેટલાક નિયમો હશે જેનું પાલન કરવું આવશ્યક છે, તેમ ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું. જોકે હજુ સુધી આ અંગે કોઈ જ નિર્ણય લેવાયો નથી.
તેમના નિવેદન મુજબ, ફોન પર વાત કરવાની પરવાનગી ત્યારે જ આપવામાં આવશે. જો ફોન હેન્ડ્સ-ફ્રી ઉપકરણ સાથે જોડાયેલ હોય. આ ઉપરાંત ફોન પણ કારમાં રાખવાને બદલે ખિસ્સામાં રાખવો જોઈએ. જો ટ્રાફિક પોલીસ તમને રોકે અને ચલણ કાપે તો તેને કાયદાની અદાલતમાં પડકારી શકાય છે.
વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, “જો ડ્રાઈવર હેન્ડ્સ-ફ્રી ઉપકરણનો ઉપયોગ કરી રહ્યો છે અને ફોન પર વાત કરી રહ્યો છે, તો તેને સજાપાત્ર અપરાધ તરીકે ગણવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, ટ્રાફિક પોલીસ કોઈ દંડ લાદી શકે નહીં, જો તે કરે છે, તો કોઈ તેને કાયદાની અદાલતમાં પડકારી શકે છે.”
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments