GovernmentInfrastructureNEWSPROJECTS

ગુજરાતના મોટાં શહેરોમાં હવેથી, યુટિલીટી કોરીડોર સાથેના જ રોડ નિર્માણ કરવા જરુરી

All roads should be build with utility corridor in Gujarat major cities.

ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે, દેશભરમાં રોડ, નેશનલ હાઈવે, એક્સપ્રેસ વે યુટિલીટી કોરીડોર સાથે નિર્માણ કરવા ફરજિયાત બનાવી દીધા છે. તો ગુજરાત સરકાર મોટાં શહેરોમાં યુટિલીટી કોરીડોર સાથે રોડ-રસ્તાઓ બનાવે તે જરુરી છે.

હાલ દેશમાં જેટલા ગ્રીન ફિલ્ડ રોડ કે નેશનલ હાઈવે નિર્માણ પામી રહ્યા છે તે યુટિલીટી કોરીડોર સાથે જ બનાવવામાં આવી રહ્યા છે. જેમ કે, ધોલેરા સરમાં જે રોડ નિર્માણ પામ્યા છે તે તમામ યુટિલીટી કોરીડોર સાથેના જ છે. તેમજ જેટલા નેશનલ હાઈવે નિર્માણ પામી રહ્યા છે તે પણ યુટિલીટી કોરીડોર સાથેના જ છે.

રાજ્ય સરકારની નોડલ એજન્સી જેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, સુડા, વુડા દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ સહિત આઠ મહાનગરો પાલિકાઓમાં યુટિલીટી કોરીડોર સાથેના રોડ નિર્માણ કરાવીને, લોકોને પ્લગ એન્ડ પ્લેની સુવિદ્યા આપે. જેથી, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યા નડશે નહી. કારણ કે, યુટિલીટી કોરીડોર નિર્માણ કરવાથી ગટર લાઈન, પાણીની લાઈન, કેબલ લાઈન અને વીજળી કેબલ લાઈન જેવી તમામ સુવિદ્યાઓ અંડર ગ્રાઉન્ડ થઈ જાય છે. જોકે, આ સુવિદ્યાઓમાં કોઈ સમસ્યા સર્જાય તો પણ કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વગર જ આપ તેનું સમારકામ કરી શકો છો. પરિણામે, સમય બચે અને રુપિયા પણ બચે છે.

જેથી, રાજ્ય સરકારે રાજ્યના તમામ મોટાં શહેરોમાં હવેથી જે રોડ નિર્માણ પામે તે તમામ રોડ યુટિલીટી કોરીડોર સાથે નિર્માણ કરીને, ગુજરાતની વિકાસ ગતિને વેગ આપે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close