GovernmentNEWS
આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ રજૂ કરશે વર્ષ 2022-23 સામાન્ય બજેટ
Union Finance Minister Nirmala Sitharaman will present Union Budget 2022-23 today.
આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણ 2022-23 નું સામાન્ય બજેટ સંસદભવનમાં 11 કલાકે રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે ત્રીજું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, દેશના અંર્થતંત્રને 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલરનું બનાવવાના સરકારના લક્ષ્યાંક માટે 2022-23નું સામાન્ય બજેટ મહત્વનું ગણાઈ રહ્યું છે.
જુનિયર નાણા મંત્રી પંકજ ચૌધરીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે રજૂ થનારા બજેટમાં દરેક ક્ષેત્રની જરુરિયાતને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરાશે અને બજેટ દરેક માટે ફાયદાકારક તેમજ સર્વસમાવેષી હશે. ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments