જૂઓ- અદ્વિતીય સિદ્ધિની સાઈન – શ્રીકાશી વિશ્વનાથધામ પ્રોજેક્ટ કોરિડોરના કર્મવીરો.
Look ! sign of incredible victory of Kashi Vishwanath Project Corridor.


આપ જે ફોટો જોઈ રહ્યા છો તે ફોટો છે, શ્રીકાશી વિશ્વનાથધામ પ્રોજેક્ટ કોરિડોર નિર્માણકર્તા કંપની પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડના સીએમડી પીએસ પટેલ અને તેમના કર્મચારીઓનો. આ પ્રકારની તસવીરો હંમેશા દરેક કંપનીઓ માટે પોતાની કંપનીની શક્તિનું દર્શન કરાવે છે. તેમ જ કંપનીના માલિક અને કર્મચારીઓ વચ્ચેની સંવાદિતા દર્શાવે છે.

ફોટોમાં ઉભેલા તમામ કર્મચારીઓ પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના છે. કે જેઓ સ્થાનિક ઉત્તર પ્રદેશના છે. આ તમામ કર્મચારીઓમાં સિવીલ એન્જીનીયર્સ સહિત અન્ય કર્મચારીઓ છે કે, જેઓ પડકારરુપ શ્રીકાશી વિશ્વનાથધામ પ્રોજેક્ટ કોરિડોરના નિર્માણના પાયાના કર્મવીરો છે.

નોંધનીય છેકે, 13 ડિસેમ્બર 2021 નો દિવસ એક ઐતિહાસિક દિવસ હતો. કારણ કે, 13 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કરોડો હિન્દુઓના આસ્થા સમા શ્રીકાશી વિશ્વનાથધામ પ્રોજેક્ટ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. અને તે દિવસે બાબા વિશ્વનાથ મહાદેવની ગુંજનો પડઘો વિશ્વભરમાં પડ્યો હતો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments