NEWS

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ:દર્શનાર્થીઓ માટે માત્ર 10 રૂપિયામાં આવવા-જવાની સુવિધા, આ રૂટ પર દોડશે AMTS બસ

Pramukhswami Janm Shatabdi Mohotsav: Coming and going facility for pilgrims for just 10 rupees, AMTS bus will run on this route.

અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ નજીક પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. હરિભક્તો અને લોકો સરળતાથી પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો ઓગણજ પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે એના માટે બોપલના વકીલ સાહેબ બ્રિજથી AMTSમાં લોકો જઈ શકે તેના માટે સ્પેશિયલ 20થી વધુ બસો મુકવામાં આવશે. માત્ર 10 રૂપિયા જેટલું નજીવું ભાડું તેના માટે રાખવામાં આવ્યું છે. શહેરના વિવિધ સ્થળોએથી પ્રમુખસ્વામીનગર સુધી લોકોને લાવવા લઇ જવા નજીવા ભાડાથી બસો લેવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને જે પણ હરિભક્તો દ્વારા બસો માંગવામાં આવશે તેમ ફાળવવામાં આવશે. અમદાવાદમાંથી પ્રમુખસ્વામીનગર આ લોકોને અને સ્વયંસેવકોને આવવા જવા માટે આશરે 250 જેટલી બસો ફાળવવામાં આવી છે.

તમામ બસોનું ભાડું સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચૂકવશે
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના ચેરમેન વલ્લભ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે અને તેમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જે રીતે બસોની માંગણી કરવામાં આવી છે તે જરૂરિયાત મુજબ અમે આપી છે. પ્રમુખસ્વામીનગરમાં સેવા માટે આવેલા સ્વયંસેવકોના ઉતારાથી આપ સૌના સ્થળ સુધી પહોંચવા માટે આશરે 200 જેટલી બસો ફાળવવામાં આવી છે. ત્રણ શિફ્ટમાં અલગ અલગ બસો જશે. આ તમામ બસોનું ભાડું સ્વામિનારાયણ સંસ્થા દ્વારા AMTSને ચૂકવવામાં આવશે.

પ્રતિ દિવસ 32 બસો દ્વારા પીકઅપ સુવિધા
જેમાં સવારે 5.30થી 8 વાગ્યા સુધી તથા રાત્રે 8થી રાત્રીના 11 વાગ્યા સુધી જુદી જુદી જગ્યાઓ ઉપર શિવાન્તા, અવધ હાઈલેન્ડ, ગણેશ એલીગ્નસ, બેરી ક્રિસ્ટલ, વિવાન્તા, શ્રી રાધા માધવ (ભાડજ), સિલવર સ્પ્રિંગ, કેપટાઉન (બોપલ), શાયોના સર્વોપરી (PR), વત્તાન્તા, શાયોના આગમન, આદિત્ય ઓરાઈના (મહિલા), પ્રમુખની કેતન (ચાણકયપુરી/ગોતા), વશિકા શાયપ્રમ, ડાયમંડ સ્કાય, સચીહાઈટસ (અડાલજ) કુલ 21717 સ્વયંસેવકોને પ્રતિ દિવસ 15 બસો દ્વારા પીકઅપ એન્ડ ડ્રોપીંગની સુવિધા આપવામાં આવી છે. સવારે 11.30થી વેન્યુ, શાંતીનીકેત, સાયસીટી, સુરતી હાઈટસ, આતીપ્સ-100 (વૈષ્ણવદેવી) કુલ 7067 સ્વંયસેવકોને પ્રતિ દિવસ 32 બસો દ્વારા પીકઅપ સુવિધા આપવામાં આવી છે. પ્રમુખસ્વામીનગરની અંદર કિ.મી.ના પેરીફેરીના 20000 સ્વયંમ સેવકોને લાવવા-મુકવા માટે 20 બસો આખા દિવસ મુકવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close