GovernmentInfrastructureNEWS
અમદાવાદના શાંતિપુરા ચોકડી પર નિર્માંણધીન બ્રીજનો કોંક્રિટ ટેક તૂટી પડ્યો, કોઈ જાનહાનિ નહી.
A bridge concrete deck collapses at Shantipura Chokadi in Ahemdabad.
અમદાવાદના શાંતિપુરા ચોકડી પર નિર્માંણાધીન એક બ્રીજનો કોંક્રિટ ડેક તૂટી પડ્યો હતો. સૂત્રો દ્વારા મળતી મુજબ, તેમાં કોઈ જ જાનહાનિ થઈ નથી.
નોંધનીય છેકે, આ સમગ્ર ઘટના મંગળવાર રાત્રે 11 વાગ્યાની આસપાસ બની છે. આ નિર્માંણ ઔડા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. કોંક્રિટ ડેકને પિલ્લર પર બેસાડતાં દરમિયાન આ ઘટના બની હતી. ઔડાના સીઈઓ એ.બી. ગૌરે જણાવ્યું હતું કે, આ ઘટના કેવી રીતે તેની તપાસ માટે એન્જીનીયર્સની ટીમ અને સ્ટ્રક્ચર નિષ્ણાંત એન્જીનીયર્સ ઘટના સ્થળે પહોચ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રોડ અને બિલ્ડિંગ વિભાગની ટીમ પણ ઘટના સ્થળની મુલાકાત કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.
7 Comments