GovernmentInfrastructureNEWS

વડાપ્રધાન મોદીએ, યુ.પી.ના શાહજાહાંપુરમાં ગંગા એક્સપ્રેસનું કર્યું ખાતમૂર્હૂત, 2024માં નિર્માંણ થશે પૂર્ણ.

PM Modi lays foundation stone of Ganga Expressway, says UP and Yogi 'bahut hai upyogi'

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના શાહજહાંપુર ખાતે ગંગા એક્સપ્રેસ વેની આધારશીલા મૂકી હતી. સિક્સ લેન ગંગા એક્સપ્રેસ વે કુલ 594 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને મેરઠથી પ્રયાગરાજ સુધીનો છે, 36,200 કરોડ રુપિયાના ખર્ચે નિર્માંણ પામશે. અંદાજિત 2024 સુધીમાં એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્ય પૂર્ણ થશે.

ગંગા એક્સપ્રેસ વે મેરઠના બિજૌલી ગામથી શરુ થશે અને પ્રયાગરાજના જુદાપુર ડંગુ ગામે પૂર્ણ થશે. આ એક્સપ્રેસ વે મેરઠ, હાપુર,બુલંદશહર, અમરોહા, સાંભાલ, બુદૌન, શાહજાહાંપુર, હરદોઈ, ઉન્નાઓ, રાય બરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ જેવાં 12 જિલ્લામાં પ્રસાર થશે. જેથી સમગ્ર રાજ્યનો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ સારો થશે.  

ગંગા એક્સપ્રેસ વેના ખાતમૂર્હૂત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગંગા એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના વિકાસની કોરીડોર બનશે. વધુમાં તેમણે ઉત્તર પ્રદેશના  મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથની પ્રશંસા કરતાં વિપક્ષ સહિત વિરોધી દળોની આકરી ટીપ્પણી કરી હતી.

તો, યોગી આદિત્યનાથ જણાવ્યું હતું કે, ગંગા એક્સપ્રેસ ઉત્તર પ્રદેશ માટે સામાજિક અને આર્થિક વિકાસની આધારશીલા બનશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ એક્સપ્રેસ વે પર આપાતકાલીન પ્લેન લેન્ડિંગ માટે 3.5 કિલોમીટરનો લાંબો હવાઈ રુટ પણ નિર્માંણ કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close