અદાણી ગ્રુપ કચ્છના મુંદ્રામાં સ્થાપશે સિમેન્ટ પ્લાન્ટ, કરશે 35000 કરોડનું રોકાણ
Adani Group to build cement plant in Gujarat.
ગુજરાતનું અદાણી ગ્રુપ છેલ્લા થોડા સમયથી અલગ અલગ સેક્ટરમાં પ્રવેશી રહ્યું છે. ગત વર્ષે એરપોર્ટ મેનેજમેન્ટ સર્વિસિસમાં આવ્યા બાદ કંપની હવે સિમેન્ટનું ઉત્પાદન કરવા જઈ રહી છે. આ અંગે જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે અદાણી ગ્રુપ કચ્છના મુંદ્રા તાલુકાના ટૂંડાવાંઢ ગામ પાસે એક ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટ બનાવશે. આ અંગે રેગ્યુલેટરી અને પર્યાવરણને લગતી મંજૂરીઓ માટે કંપની ઓક્ટોબરમાં અરજી કરેલી છે.
સિમેન્ટ પ્રોજેક્ટ માટે રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે
અદાણી ગ્રુપે સિમેન્ટ પ્રોજેક્ટમાં આવવા માટે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડનાના નેજા હેઠળ જૂન 2021માં અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની એક કંપની પણ બનાવવાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અદાણી આ સિમેન્ટ પ્રોજેક્ટમાં તબક્કાવાર રૂ. 35,000 કરોડનું રોકાણ કરી શકે છે. કેન્દ્ર સરકારના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે નવેમ્બરમાં પર્યાવરણ વિભાગમાં અદાણીની પ્રપોઝલ અંગે ચર્ચા થઈ હતી. જોકે, હજુ સુધી આ અંગે કંપની તરફથી કોઈ આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.
સિમેન્ટ પ્રોજેક્ટ ક્ષમતા: સિમેન્ટ પ્લાન્ટ: 60 લાખ ટન વાર્ષિક ક્ષમતા, ક્લિંકર પ્લાન્ટ: 40 લાખ ટન પ્રતિ વર્ષ સેમી કોક યુનિટ: 2030 કિલો ટન પર યર
કંપની મુન્દ્રામાં 800 એકર જમીન આઇડેન્ટીફાઈ કરી
કંપનીએ સિમેન્ટ પ્રોજેક્ટ માટે કચ્છના મુન્દ્રામાં 800 એકર જમીન આઇડેન્ટીફાઈ કરી છે. આ જમીન અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની માલિકીના સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માં આવેલી છે. જમીનને બિન-SEZ જમીન તરીકે ડિ-નોટિફાઈડ કરવામાં આવશે અને વ્યાપારી ધોરણે અદાણી એન્ટરપ્રાઈઝને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રમાં પણ એક સિમેન્ટ પ્લાન્ટ બનાવશે
અગાઉના મીડિયા રિપોર્ટ પ્રમાણે અદાણી એન્ટરપ્રાઇઝ મહારાષ્ટ્રના રાયગઢ ડિસ્ટ્રિક્ટમાં 50 લાખ ટનનો સિમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્લાન કરી રહી છે. પ્રારંભિક તબક્કે આ પ્રોજેક્ટમાં કંપની રૂ. 1000 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ માટે 25 એકર જમીન પણ ખરીદવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા., સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
8 Comments