મકાનોની માંગમાં સુધારાના પગલે હાઉસિંગના ભાવો આગામી વર્ષે 5 ટકા વધવાની શક્યતા નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ વ્યક્ત કરી છે. 2022 આઉટલુક રિપોર્ટ અનુસાર, 2021માં મહામારીના કારણે સર્જાયેલી વોલિટિલિટીની અસર હાઉસિંગ સેક્ટર પર જોવા મળી હતી. પરંતુ આગામી 2022 કોમર્શિલ અને રેસિડેન્શિયલ સેક્ટર માટે વધુ સ્થિર રહેવાનો આશાવાદ છે. આગામી વર્ષે પણ મોટા ઘર, શ્રેષ્ઠ સુવિધાો અને આકર્ષક ભાવોને ધ્યાનમાં રાખતાં વેચાણો વધવાની સંભાવના છે.
ગત દાયકામાં ડિમોનેટાઈઝેશન, જીએસટી, રેરા સહિત માળખાકીય સુધારાઓના કારણે સર્જાયેલા પડકારો બાદ કોરોના મહામારીના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીના વાદળો વધુ ઘેરાં બન્યાં હતાં. ઘરોના ભાવોમાં વધારાને કારણે માગ અને પુરવઠામાં જોવા મળેલા સંકોચનના કારણે આગામી વર્ષે ભાવમાં 5 ટકાનો વધારો થશે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યા પ્રમાણે, મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમ ટ્રેન્ડના પગલે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં ઝડપી રિકવરી જોવા મળી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments