HousingLogistic & IndustrialNEWS
વેરહાઉસિંગ સેક્ટર 20 ટકાના દરે ગ્રોથ કરશે- નાઈટ ફ્રેન્ક અહેવાલ
20% growth in warehousing sector is likely to be hike in India
ઈ-કોમર્સ સેક્ટરનો ગ્રોથ વધતાં વેરહાઉસિંગ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન વાર્ષિક 20 ટકાના દરે વધશે. જે 2021માં 31.7 મિલિયન ચોરસફૂટથી વધી 2023 સુધી 45.9 મિલિયન ચોરસફૂટ થશે. આઈટી સેકટર્સમાં માગ વધતાં આગામી બે વર્ષમાં 11.67 મિલિયન ચોરસફૂટ સ્પેસની માગ ઉભી થશે. કો-વર્કિંગ કલચરમાં વધારો થતાં અનુકૂળ ઓફિસની માંગ વધી છે.
ઉલ્લેખનીય છેકે, છેલ્લા પાંચ વર્ષથી, વેરહાઉસિંગ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. ગુજરાતમાં ગિફ્ટી સીટી, ધોલેરા સર, વિઠ્ઠલાપુર અને સાણંદમાં વિશ્વસ્તરીય માળખાકીય વિકાસ થવાને કારણે વેરહાઉસિંગ અને ઈન્ડસ્ટ્રીયલ પાર્કની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં ધોલેરા સરની આસપાસ માટાપાયે વેરહાઉસિંગની માંગ વધશે તેવી પ્રબળ સંભાવના રહેલી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
5 Comments