GovernmentInfrastructureNEWS
અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માંણકાર્ય પૂરજોસમાં, પિલ્લરોનું થઈ રહ્યું છે નિર્માંણ
A full span box girder is being lifted from its casing moulds using a Straddle Carrier at a casting yard near Navsari (Gujarat).
ગુજરાતના નવસારી ખાતે, સ્ટ્રડલ કેરીયર દ્વારા ફૂલ સ્પાન બોક્સ ગર્ડરને ઉપાડીને નિર્માંણ જગ્યાએ ફીટ કરવામાં આવી રહ્યો છે. જે ખરેખર કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ માટે એક નવીન તકનિક છે.
505 કિલોમીટરની લંબાઈ ધરાવતા બૂલટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માંણકાર્ય પૂરજોસમાં ચાલી રહ્યું છે. હાલ તેના પિલ્લરોનું નિર્માંણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારના રેલ્વે મંત્રાલય અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ કંસ્ટ્રક્શન ટેક્નોલોજી દ્વારા બૂલેટ ટ્રેનનો ટ્રેક નિર્માંણ કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છેકે, અમદાવાદ-મુંબઈ બૂલેટ પ્રોજેક્ટમાં મોટીસંખ્યામાં પ્રીકાસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ, કુલ બૂલટ ટ્રેન પ્રોજેક્ટમાં 15000 કરોડ રુપિયાનું પ્રિકાસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments