NEWS

અંબાલા-કોટપૂતલી ઈકોનોમિક કોરીડોર, હરિયાણા માટે બનશે ઔદ્યોગિક હબ.

Ambala-Kotputli Economic Corridor will be industrial Hub for Haryana.

આપ જોઈ રહ્યા છો, તે છે, 6 લેન એક્સેસ કંટ્રોલ ટ્રાન્સ હરિયાણા ગ્રીનફિલ્ડ(NH-152D) ઈસ્માઈબાદ(ગંગેરી) અને નારનૌલ વચ્ચે રાજમાર્ગ છે. આ ગ્રીનફિલ્ડ રાજમાર્ગ ભારતમાલા પરિયોજના અંતર્ગત હેઠળ નિર્માંણ પામી રહેલા અંબાલા-કોટપૂતલી ઈકોનોમિક કોરીડોરનો એક ભાગ છે.

આ કોરીડોરમાં કુલ 8 પેકેજમાં વિભાજિત છે. જેમાંથી મોટાભાગના તેની સમયમર્યાદામાં આગળ વધી રહ્યા છે. માર્ચ 2022 સુધીમાં આ કોરીડોરનું નિર્માંણકાર્ય પૂર્ણ થશે તેવું કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું.

કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટે મંત્રાલયના જણાવ્યાનુસાર, સૂચિત કોરીડોર અંબાલા-કોટપૂતલી નિર્માંણ પામવાથી, આ બંને સ્ટેશનો વચ્ચેના હાલના અંતરમાં 50 કિલોમીટરનો ઘટાડો થશે અને અંબાલા-પંચકુલા વચ્ચે વિકસિત થયેલા નાંગલ ચૌધરી લોજેસ્ટિક હબ સાથે ક્નેક્ટીવીટી પ્રદાન કરશે. આમ અંબાલા-પંચકુલા વચ્ચેનો ફ્રન્ટીયર કોરીડોર હરિયાણાના મુખ્ય આર્થિક કેન્દ્રોને વિકસાવવામાં સહાયરુપ બનશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close