અમદાવાદના બ્લેક સ્પોર્ટમાં ઘટાડો, જાહેર કરાયેલા 20 બ્લેક સ્પોટને દૂર કરાયાં.
Removed 20 road accident black spot in Ahemdabad.
અમદાવાદ શહેરમાં અકસ્માત માટે કુલ 22 બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઈસ્કોન સર્કલ, પકવાન ચાર રસ્તા, સોલા ભાગવત, કારગિલ પેટ્રોલ પંપ, વાડજ સર્કલ, ડમરૂ સર્કલ, નોબલ નગર, રબારી કોલોની, નરોડા પાટિયા સહિત 20 બ્લેક સ્પોટમાં અકસ્માતની સંખ્યા ઘટતાં મૃત્યુમાં ઘટાડો થવાથી તેને બ્લેક સ્પોટની યાદીમાંથી દૂર કરાયા છે. રોડ સેફ્ટી કમિટીમાં આવેલાં સૂચનોના આધારે કમિટીની એક ટીમ બ્લેક સ્પોટ પર સંયુક્ત તપાસ કરે છે. તપાસ બાદ બ્લેક સ્પોટ પરથી બમ્પ, દિશાસૂચક સાઇન બોર્ડ, ડિવાઇડર, વૃક્ષ વધુ પહોળા હોય તેમાં સુધારો કરાતા વાહનચાલકોની સુવિધામાં વધારો થતાં અકસ્માતમાં ઘટાડો થયો છે.
છેલ્લા કેટલાક સમયથી રોડ સેફટીની બેઠક મળી નથી. જેથી જિલ્લાના બ્લેક સ્પોટમાંથી કેટલાક દૂર થયા તેની વિગતો હજી જાહેર થઇ નથી. જ્યારે આરટીઓના આંકડા મુજબ શહેરમાં 22 બ્લેક સ્પોટમાંથી 20 બ્લેક સ્પોટ દૂર થઇ ગયા છે. હજી સોલા ભાગવત સર્કલ અને કારગીલ પેટ્રોલપંપ સર્કલના બ્લેક સ્પોટ પર ઓબ્ઝર્વેશન ચાલે છે. જેનો રિપોર્ટ રોડ સેફટીની બેઠકમાં રજૂ કરાયો હતો.
વર્ષમાં 5 વખત અકસ્માત થાય તો બ્લેક સ્પોટ કહેવાય
શહેરમાં કોઇપણ સ્થળે એક વર્ષમાં 5 વખત અકસ્માત સર્જાયા હોય અથવા એક જ અકસ્માતમાં 10ના મોત થયા હોય ત્યારે તે સ્થળના અંદાજે 500 મિટરના વિસ્તારને બ્લેક સ્પોટમાં મુકાય છે. આ પછી પોલીસ, ટ્રોફિક પોલીસ, આરટીઓ, આર.એન.બી., કોર્પોરેશન સહિત સંબંધિત ઓથોરિટીના અધિકારીઓ સ્થળ તપાસ કરે છે. ત્રણ વર્ષ સુધી અકસ્માતમાં મૃત્યુ નોંધાય છે કે નહીં? તેની નોંધ કરાય છે. જો મૃત્યુ થાય નહીં તો તેને બ્લેક સ્પોટમાંથી દૂર કરાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
6 Comments